________________
પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર
पउमवरवेइया-परिक्खित्ताओ पत्तेय- पत्तेयं वणसंडपरिक्खित्ताओ अप्पेगइयाओ आसवोदगाओ अप्पेगइयाओ वारुणोदगाओ अप्पेगइयाओ खीरोदगाओ अप्पेगइयाओ घओदगाओ, अप्पेगइयाओ खोदोदगाओ, अप्पेगइयाओ पगईए उदगरसेणं पण्णत्ताओ, पासाईयाओ दरिसण्णिज्जाओ अभिरूवाओ पडिरूवाओ ।
૩૧
ભાવાર્થ :- તે વનખંડોમાં ઠેક-ઠેકાણે અનેક નાની-મોટી ચોરસ આકારવાળી વાવડીઓ, ગોળ આકારવાળી પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી-ચૂંકી વહેતી નદીઓ, હારબંધ સરોવરો, નહેર દ્વારા એક-બીજા સાથે જોડાયેલા હારબંધ સરોવરો અને બિલપંકિતઓ એટલે હારબંધ કૂવાઓ છે.
વાવડી વગેરે તે સર્વ સ્થાનો નિર્મળ અને સુંવાળા છે; તેના કિનારા રજતમય છે અને ખાડા-ખબડા વિનાના સમ–એક સરખા છે, તેની અંદર રહેલા પત્થરો વજ્ર રત્નના છે; તેનું તળિયું તપનીય(લાલ) સુવર્ણથી નિર્મિત છે અને તેના ઉપર સોના-ચાંદીની રેતી પથરાયેલી છે; કિનારાની નજીકનો ભાગ(ધાર) વૈડુર્ય અને સ્ફટિક મણિઓના સમૂહથી નિર્મિત છે; તેના ઘાટો(ચઢવા-ઉતરવાના માર્ગ) સુખાકારી છે; તે ઘાટ ઉપર અનેક પ્રકારના મણિઓ જડેલા છે; ચોખૂણી તે વાવડીઓ અગાધ અને શીતળ જળથી ભરેલી છે; ઘણા કમળપત્રો, કમળકંદો, મૃણાલોથી તે જળાશયો ઢંકાયેલા છે અને ઘણા ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, સો અને હજાર પાંખડીવાળા, કેસરાઓથી યુક્ત ખીલેલા કમળોથી ભરેલા છે. તે કમળોના રસનો પરિભોગ કરતા ભમરાઓ તેની ઉપર ગુંજારવ કરી રહ્યા છે; તેમાં સ્વચ્છ અને નિર્મળ જળ હિલોળા લઈ રહ્યું છે; તે જળાશયોમાં કિલ્લોલ કરતાં મત્સ્યો અને કાચબાઓ ફરી રહ્યા છે અને તેના ઉપર અનેક પ્રકારના પક્ષી યુગલો ઉડી રહ્યા છે; તે જળાશયો એક-એક પદ્મવરવેદિકા અને એક-એક વનખંડથી પરિવેષ્ટિત છે. તે જળાશયોમાંથી કેટલાક જળાશયોમાં આસવ જેવું, કેટલાકમાં વારુણોદક જેવું, કેટલાકમાં ક્ષીરોદક–દૂધ જેવું, કેટલાકમાં ઘૃતોદક–ધી જેવું, કેટલાકમાં ઇક્ષુકોદક–શેરડીના રસ જેવું અને કેટલાકમાં પ્રાકૃતિક-સ્વાભાવિક પાણી જેવું પાણી ભરેલું છે. તે સર્વ જળાશયો મનને પ્રસન્ન કરનારા, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે.
३० तासिं णं खुड्डा-खुड्डियाणं वावीणं जाव बिलपंतियाणं तत्थ-तत्थ देसे तर्हि तहिं जावबहवे तिसोवाणपडिरूवगा पण्णत्ता । तेसिं णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे વળાવાસે પળત્તે, તે નહા- વરામના ખેમા, ાિમયા પડ્તાખા, વેલિયમયા હુંમા, सुवण्णरुप्पमया फलगा, वइरामया संधी, लोहितक्खमईओ सूईओ, णाणामणिमया अवलंबणा अवलंबणबाहाओ, पासाइयाओ दरिसणिज्जाओ अभिरूवाओ पडिरूवाओ । ભાવાર્થ :– નાની-મોટી વાવડીઓથી હારબંધ કૂવા સુધીના સર્વ જળસ્થાનોમાં ત્રણ-ત્રણ પગથિયાવાળી ત્રિસોપાન શ્રેણીઓ છે. તેત્રિસોપાન શ્રેણીઓનું વર્ણન આ પ્રમાણે છે– તે સોપાન શ્રેણીના ભૂમિભાગથી લઈને ઉ૫૨ સુધીના બહાર નીકળેલા પ્રદેશ રૂપ નેમ ભાગો વજ્રરત્નના, પ્રતિષ્ઠાન–મૂલપ્રદેશ (પાયા) રિષ્ટ રત્નના, થાંભલાઓ વૈડૂર્યમણિના, પાટિયા સોના-ચાંદીના, પાટિયાઓની વચ્ચેનો સંધિભાગ વજરત્નથી પૂરિત છે, પાટિયાને જોડનારી ખીલીઓ લોહિતાક્ષ રત્નની હોય છે. તે સોપાન શ્રેણીના અવલંબન–સીડી ચડવાના સમયે ટેકો લેવા માટેના કઠોડા અને અવલંબન બાહા–કઠોડાની દિવાલો મણિમય છે. આ સોપાન શ્રેણીઓ ચિત્તને પ્રસન્ન કરનારી દર્શનીય, મનોજ્ઞ અને મનોહર છે.