________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર
|
[ ૨૯૭ ]
યોગથી પ્રશસ્ત, અજિહ્મ- ભદ્રભાવયુક્ત અર્થાતુનિર્વિકાર, કાંત-સુંદર હોય છે. તેઓની સુંદર પાપણો-પલકથી યુક્ત, ધવલ, લાંબી-કર્ણાતગત, આતામ્ર-આછા લાલ રંગની હોય છે. તેઓની ભમરો– નેણ, ખેંચેલા ધનુષ્યની જેવી સુંદર, થોડી વાંકી, કાળા વાદળોની રેખાની સમાન, પાતળી, સુજાત-શોભનીય હોય છે. તેઓના કાન- સુસંગત, પ્રમાણયુક્ત હોય છે. તેઓના કપોલ– લમણા પુષ્ટ, ઊંચા-નીચા ન હોય તેવા સમાન, સૃષ્ટ-શુદ્ધ હોય છે. તેઓનું લલાટ- ભાલ પ્રદેશ ચોરસ, પ્રશસ્ત, સમ-અવિષમ હોય છે. તેઓનું વદન– મુખ શરદઋતુના પૂર્ણમાસી ચંદ્રની જેમ પરિપૂર્ણ, સૌમ્ય-પ્રસન્ન હોય છે. તેઓનું ઉત્તમાંગ–મસ્તક છત્રની જેમ ઉન્નત હોય છે. તેઓના વાળ કાળા, સ્નિગ્ધ-રેશમી, સુગંધિત અને લાંબા હોય છે.
તે સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે. તે ૩ર લક્ષણો–ચિહ્નો આ પ્રમાણે છે– (૧) છત્ર (૨) ધ્વજા (૩) યજ્ઞ સ્તંભ (૪) સૂપ (૫) માળા (૬) કમંડળ (૭) કળશ (૮) વાપી-વાવડી (૯) સ્વસ્તિક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય (૧૩) કાચબો (૧૪) શ્રેષ્ઠરથ (૧૫) મકર ધ્વજ (૧૬) અંક-કાળા તલ (૧૭) થાળ (૧૮) અંકુશ (૧૯) અષ્ટાપદ–ધુતપ (૨૦) સુપ્રતિષ્ઠક–સરાવલો (૨૧) મોર (રર) અભિષેક પામતી લક્ષ્મી (૨૩) તોરણ (૨૪) પૃથ્વી (૨૫) સમુદ્ર (૨૬) ઉત્તમભવન (૨૭) પર્વત (૨૮) શ્રેષ્ઠ દર્પણ (૨૯) લીલોત્સુક હાથી (૩૦) બળદ (૩૧) સિંહ (૩ર) ચામર.
२९ हंस सरिस-गईओ, कोइल-महु-गिस्सुस्सराओ, कंताओ, सव्वस्स अणुमयाओ, ववगयवलिपलियवाकुबण्णवाहिदोहग्गसोगमुकाओ,उच्चत्तेणयणराणथोवूणमुस्सियाओ, सभाव-सिंगा-चारुवेसाओ, संगयगय हसिय-भणिय चिट्ठिय-विलाससलाव-णिउणजुत्तोवयास्कुसलाओ,सुंदरथण-जहण वयण-कस्चलणणयण लावण्ण-वण्ण रुव-जोव्वण विलासकलियाओ, णदण-वण-विवस्चारिणीउव्व-अच्छराओ, अच्छेरग-पेच्छणिज्जाओ, पासाईयाओ जावअभिरुवाओपडिरूवाओ। ભાવાર્થ - તેઓની (યુગલિક સ્ત્રીની) હંસ જેવી ગતિ, કોયલ જેવો મધુર સ્વર હોય છે, તેઓ કાંતિયુક્ત અને સર્વજનમાન્ય હોય છે. તેઓના શરીર પર ક્યારે ય કરચલી પડતી નથી, વાળ સફેદ થતા નથી અર્થાતુ વૃદ્ધાવસ્થા આવતી નથી. તેઓ હીનાધિક અવયવ, અપ્રશસ્ત વર્ણ, જવરાદિ વ્યાધિ, દુર્ભાગ્ય-વૈધવ્ય, પતિ, પુત્રના મરણજન્ય અને દારિદ્રજન્ય દુઃખ, શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ પુરુષ કરતા કિંચિત્ જૂન હોય છે. સ્વભાવથી જ તેનો વેશ શૃંગારાનુરૂપ હોય છે. તેઓ સુયોગ્યગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, શૃંગાર, તેમજ પરસ્પરના વાર્તાલાપમાં નિપુણ હોય છે અર્થાત્ લોકવ્યવહારમાં કુશળ હોય છે. તેઓના સ્તન, જઘન-કટિભાગ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ(સ્ત્રી યોગ્ય ચેષ્ટાઓ) સુંદર હોય છે. તે સ્ત્રીઓ નંદનવનમાં વિચરણશીલ-વિચરણના સ્વભાવવાળી અપ્સરાઓ જેવી હોય છે, તેઓ મનુષ્ય લોકના આશ્ચર્યરૂપ હોવાથી લોકો વડે પ્રેક્ષણીય, પ્રાસાદીય યાવત મનોજ્ઞ અને મનોહર હોય છે. |३० तासिं णं भंते ! मणुईणं केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा ! चउत्थभत्तस्स आहारट्टे समुप्पज्जइ।। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! તે સ્ત્રીઓને કેટલા સમયે આહારની અભિલાષા થાય છે? ઉત્તરહે ગૌતમ! ચતુર્થભક્ત અર્થાત્ એક દિવસ છોડી બીજા દિવસે આહારની ઇચ્છા થાય છે. | ३१ ते णं भंते ! मणुया किमाहारमाहारैति? गोयमा ! पुढविपुप्फफलाहारा ते मणुयगणा पण्णत्ता,समणाउसो !