________________
[ ૧૮૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેની ચારે દિશા અને ચારે વિદિશામાં જે પંકિતબદ્ધ નરકાવાસ છે, તેને આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ કહે છે. દરેક પ્રસ્તટમાં કેન્દ્રભૂત નરકાવાસ ગોળાકાર હોય છે. તેની દિશા-વિદિશાના પ્રથમ પંકિતના આઠેય નરકાવાસો ત્રિકોણ છે, ત્યાર પછીના તેની ફરતે રહેલા આઠ નરકવાસો ચતુષ્કોણ છે અને તેની ફરતે રહેલા આઠે નરકાવાસો ગોળ છે. ત્યાર પછી અનુક્રમે ત્રિકોણ, ચતુષ્કોણ અને ગોળ આ રીતે આવલિકા પ્રવિષ્ટ નારકાવાસો ત્રણ-ત્રણ આકારના છે. આ ત્રિકોણાદિ આવાસોની પીઠ(ચબૂતરા)ની ઉપરનો મધ્યભાગ ગ્રહણ કરીને જોઈએ તો, તે અંદરથી ગોળ, બહારથી ચતુષ્કોણ દેખાય છે. તે નરકાવાસો નીચેથી અણીદાર તીક્ષ્ણ શસ્ત્ર જેવા છે. પ્રકીર્ષક નરકાવાસ - પંકિતબદ્ધ નરકાવાસોની વચ્ચે જે છૂટા-છવાયા નરકાવાસો છે, તેને પ્રકીર્ણક (પુષ્પાવકીર્ણ) નરકાવાસ કહે છે. તે વિવિધ આકારના છે. આ સર્વ નરકાવાસો અંદરથી ગોળ છે અને બહારથી ત્રિકોણ, ચતુષ્કોણ આદિ વિવિધ આકારના છે અને નીચેથી અસ્ત્રા જેવા છે. નરક પૃથ્વીઓના પ્રસ્તટગત નારકાવાસોની ગોઠવણી -પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટની મધ્યમાં સીમંતક નામનો ઇન્દ્રક નરકાવાસો છે. તેની ચારે દિશામાં ૪૯-૪૯ અને વિદિશામાં ૪૮-૪૮ પંક્તિબદ્ધ નરકાવાસા છે. આ રીતે ૧ સીમંતક+૪૯*૪=૧૯૬ દિશાગત અને+૪૮૮૪=૧૯૨ વિદિશાગત નારકાવાસોકુલ ૩૮૯ આવલિકા બદ્ધ(પંક્તિ બદ્ધ) નરકાવાસો પ્રથમ પ્રસ્તટમાં હોય છે.
બીજા પ્રસ્તટમાં મધ્યમાં ઇન્દ્રક–મુખ્ય નરકાવાસ છે. તેની ચારે દિશામાં ૪૮-૪૮ અને વિદિશામાં ૪૭-૪૭ નરકાવાસો છે. આ રીતે ૧+૪૮૮૪=૧૯૨+૪૭*૪=૧૮૮= કુલ ૩૮૧ પંક્તિબદ્ધ નરકાવાસો છે. આ રીતે ૧૩ પ્રતરમાં ૧૩ ઇન્દ્રક અને આઠેય દિશાના કુલ ૪૪૩૩ પંક્તિ બદ્ધ અને શેષ ર૯,૯૫,૫૭ (ઓગણત્રીસ લાખ પંચાણુ હજાર પાંચસો સડસઠ) પ્રકીર્ણક નરકાવાસા છે, બધા મળીને ૩૦,00,000 (ત્રીસ લાખ) નરકાવાસા પ્રથમ નરકમાં થાય છે.
આ જ રીતે સાતમી નરક સુધી પ્રત્યેક પ્રસ્તટની મધ્યમાં એક ઇન્દ્રક(મુખ્ય) નરકાવાસ અને તેની દિશા-વિદિશામાં એક-એક ન્યૂન નરકાવાસ સમજવા.
સાતમી નરક પૃથ્વીમાં એક જ પ્રસ્તટ છે. તેની મધ્યમાં અપ્રતિષ્ઠાન નામનો ઇન્દ્રક નરકાવાસો છે. તેની દિશામાં ચાર નરકાવાસો છે, વિદિશામાં નરકાવાસો નથી અને સાતમી નરકમાં પુષ્પાવકીર્ણ નારકાવાસો પણ નથી.
પ્રત્યેક પ્રસ્તટના મધ્યગત ઇન્દ્રકનું નામ તથા દિશા-વિદિશાગત પંક્તિબદ્ધ નરકાવાસોનું સંખ્યા પ્રમાણાદિ કોષ્ટકમાં દર્શાવ્યા છે. પ્રથમ નરક પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસા :પ્રસ્તટ |નરકેશ્વક નારકાવાસની ચારેદિશાવર્તી | ચારે વિદિશાવર્તી | આવલિકા પ્રવિષ્ટ
નામ નરકાવાસ સંખ્યા નરકાવાસ સંખ્યા | કુલ નારકાવાસ સંખ્યા ૧ સીમંતક
૪૯ ૪૪ = ૧૯૬ ૪૮૪૪ = ૧૯૨ ૧+ ૧૯૧૯૨ = ૩૮૯ ૨ રોચક ૪૮ ૪૪ = ૧૯૨
૧+ ૧૯૨+૧૮૮ = ૩૮૧] ભ્રાન્ત
૪૭ ૪ ૪ = ૧૮૮ ૪૬X૪ = ૧૮૪ | |૧+ ૧૮૮+૧૮૪ = ૩૭૩ ૪ ઉત્ક્રાન્ત
૪૬૪૪ = ૧૮૪ ૪૫ ૪૪ = ૧૮૦ | |૧+ ૧૮૪+૧૮૦ = ૩૬૫ સંભ્રાન્ત
૪૫ ૪૪ = ૧૮૦ ૪૪ ૪૪ = ૧૭૬ ૧+ ૧૮૦+૧૭૬ = ૩પ૭
| 0 |
|
દ|