________________
પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૧
[ ૧૭૯ ]
નરકના નામ-ગોત્ર, વિસ્તાર:| ३ पढमाणंभंते !पुढवी किंणामा किंगोत्ता पण्णता?गोयमा !णामेणंघम्मा,गोत्तेणं रयणप्पभा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે? ઉત્તર– હે ગૌતમ ! પ્રથમ પૃથ્વીનું નામ “ઘમ્મા” અને ગોત્ર રત્નપ્રભા છે. | ४ दोच्चा णं भंते ! पुढवी किंणामा, किंगोत्ता पण्णत्ता?
गोयमा !णामेणं वंसा,गोत्तेणं सक्करप्पभा । एवं एएणं अभिलावेणं सव्वासिं पुच्छा,णामाणि इमाणि-सेला तच्चा,अंजणा चउत्थी, रिद्धा पंचमी,मघा छट्ठी,माघवती सत्तमा जावतमतमागोत्तेणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન - હે ભગવન્! બીજી પૃથ્વીનું નામ અને ગોત્ર શું છે?
ઉત્તર:- હે ગૌતમ ! બીજી પૃથ્વીનું નામ વંશા અને ગોત્ર શર્કરાપ્રભા છે. આ પ્રમાણે શેષ સર્વ પૃથ્વીઓના સંબંધમાં પ્રશ્ન કરવા જોઈએ. તેના નામ આ પ્રમાણે છે- ત્રીજી પૃથ્વીનું નામ શૈલા, ચોથી પૃથ્વીનું નામ અંજના, પાંચમી પૃથ્વીનું નામ રિષ્ઠા છે, છઠ્ઠી પૃથ્વીનું નામ મઘા અને સાતમી પૃથ્વીનું નામ માઘવતી છે. આજ રીતે ત્રીજી પૃથ્વીનું ગોત્ર વાલુકાપ્રભા, ચોથી પૃથ્વીનું ગોત્ર પંકપ્રભા, પાંચમી પૃથ્વીનું ગોત્ર ધૂમપ્રભા, છઠ્ઠી પૃથ્વીનું ગોત્ર તમ પ્રભા અને સાતમી પૃથ્વીનું ગોત્ર તમસ્તમપ્રભા છે. | ५ इमाणं भंते !रयणप्पभापुढवी केवइया बाहल्लेणं पण्णत्ता? गोयमा ! इमाणं रयणप्पभापुढवी असिउत्तरंजोयणसयसहस्संबाहल्लेणं पण्णत्ता । एवं एएणं अभिलावेण इमागाह
असीयं बत्तीसंचेव, अट्ठावीसंतहेव वीसंच।
अट्ठारस सोलसगं, अछुत्तरमेव हिट्ठिमिया ॥१॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર અર્થાત્ તેની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર(જાડાઈ) ૧,૮૦,૦૦૦(એક લાખ, એંસી હજાર) યોજનાનો છે. સાતે પૃથ્વીઓની જાડાઈ આ ગાથા દ્વારા જાણવી જોઈએ
ગાથાર્થ–પ્રથમ પૃથ્વીની જાડાઈ ૧,૮૦,૦૦૦(એક લાખ, એંસી હજાર યોજન), બીજી પૃથ્વીની જાડાઈ ૧,૩૨,૦૦૦ (એક લાખ, બત્રીસ હજાર) યોજન છે, ત્રીજી પૃથ્વીની જાડાઈ ૧,૨૮,૦૦૦(એક લાખ અઠ્ઠાવીસ હજાર) યોજન છે, ચોથી પૃથ્વીની જાડાઈ૧,૨૦,000(એક લાખ, વીસ હજાર) યોજન છે, પાંચમી પૃથ્વીની જાડાઈ ૧,૧૮,૦૦૦(એક લાખ, અઢાર હજાર) યોજન છે, છઠ્ઠી પૃથ્વીની જાડાઈ ૧,૧૬,૦૦૦ (એક લાખ, સોળ હજાર) યોજન છે અને સાતમી પૃથ્વીની જાડાઈ ૧,૦૮,૦૦૦(એક લાખ, આઠ હજાર) યોજન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાતે નરક પૃથ્વીના નામ, ગોત્ર અને તેના વિસ્તારનું નિરૂપણ છે.