________________
[ ૧૪૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પુરુષવેદની બંધસ્થિતિ:[७९ पुरिसवेदस्स णं भंते ! केवइयं कालं बंधट्ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अट्ठसंवच्छराणि उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ। दसवाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ -પ્રશ્ન– હે ભગવન્! પુરુષવેદની બંધ સ્થિતિ કેટલી છે?
- ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાક્રોડી સાગરોપમની પુરુષ વેદની બંધ સ્થિતિ છે. એક હજાર વર્ષનો તેનો અબાધાકાળ છે. અબાધાકાળને છોડી ત્યાર પછીની કર્મ સ્થિતિમાં કર્મ પુદ્ગલોની નિષેક રચના થાય છે અર્થાત્ ઉદય યોગ્ય કર્મ પુદ્ગલોની ગોઠવણી થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પુરુષ વેદનો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ કાલ નિરૂપિત છે. તેમાં જઘન્ય આઠ વર્ષનો બંધ નવમાં ગુણસ્થાનની અપેક્ષાએ છે. તે ગુણસ્થાનના પરિણામોમાં સ્વભાવથી એટલો જ જઘન્ય બંધ થાય છે. તેનાથી અલ્પ કે વધુ સ્થિતિનો બંધ થતો નથી. તે ગુણસ્થાનથી નીચે-નીચેના ગુણસ્થાનમાં એટલે આઠમા, સાતમા ગુણસ્થાને અધિક અધિક સ્થિતિનો બંધ થાય છે અને ઉત્કૃષ્ટતમ બંધ પ્રથમ ગુણસ્થાનમાં થાય છે.
ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ દશ ક્રોડા ક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાલ એક હજાર વર્ષનો છે. દશ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ કર્મ અવસ્થાનરૂપ–સત્તારૂપ છે અને ૧૦૦૦ વર્ષના અબાધાકાલ રહિત સ્થિતિ અનુભવ યોગ્ય છે. તે કાલ કર્મનો નિષેકકાલ છે. તેમાં કર્મલિકોની ઉદયમાં આવવા માટેની નિષેક–ગોઠવણી થાય છે.
પુરુષવેદનું સ્વરૂપ –
८० पुरिसवेदेणंभंते ! किंपगारेपण्णत्ते? गोयमा !वणदवग्गिजालसमाणे पण्णत्ते। से तंपुरिसा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષવેદનો ઉદય કેવા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! વનની અગ્નિજ્વાલા સમાન છે. આ રીતે પુરુષોનો અધિકાર પૂર્ણ થયો.
વિવેચન :
પુરુષવેદનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે દાવાગ્નિની ઉપમા આપી છે. દાવાનલ પ્રજવલિત થાય ત્યારે તીવ્ર હોય ત્યાર પછી શીધ્ર શાંત થઈ જાય છે. તે જ રીતે પુરુષવેદનો ઉદય પ્રગટ થાય ત્યારે કામાગ્નિ તીવ્ર પ્રજવલિત હોય છે પરંતુ ત્યાર પછી તે તુરંત શાંત થઈ જાય છે.