________________
૧૨૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. અકર્મભૂમિની સ્ત્રીઓનું અંતર - જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. જઘન્ય- કોઈ અકર્મભૂમિની સ્ત્રી મરીને દેવલોકમાં દશ હજાર વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે, દેવલોકનું આયુષ્યપૂર્ણ કરીને તે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત કર્મભૂમિના સંશી તિર્યંચરૂપે ઉત્પન્ન થાય(દેવ કે દેવી મૃત્યુ પામીને અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી) ત્યારપછી અંતર્મુહૂર્તનું સંજ્ઞી તિર્યંચનું આયુષ્ય પૂર્ણ કરીને અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અઘિક દશ હજાર વર્ષનું થાય છે. ઉત્કૃષ્ટ– તે જ રીતે કોઈ અકર્મભૂમિની સ્ત્રી મરીને દેવલોકમાં જાય ત્યાંથી અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતકાલ વ્યતીત કરીને પુનઃ અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે.
સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. જઘન્ય- કોઈ અકર્મભૂમિની સ્ત્રીનું સંહરણ કરીને કર્મભૂમિમાં લઈ જાય, અંતર્મુહૂર્તમાં તેને પુનઃ સ્વસ્થાનમાં પાછી લાવે તો તેનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. ઉત્કૃષ્ટ– અકર્મભૂમિની કોઈ સ્ત્રીનું સંહરણ થયા પછી તે ક્ષેત્રમાં જ તેનું મૃત્યુ થઈ જાય ત્યાર પછી તે અનંતકાલ સંસારમાં પરિભ્રમણ કરે અને પુનઃ અકર્મભૂમિમાં સ્ત્રીરૂપે જન્મ થાય તો સંહરણની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અંનતકાલનું અંતર થાય છે. તે જ રીતે હેમવય, હરણ્યવય, હરિવાસ, રમ્યકવાસ, દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રની અને છપ્પન અંતરદ્વીપની મનુષ્ય સ્ત્રીનું જન્મની અપેક્ષાએ અને સંહરણની અપેક્ષાએ અંતર જાણવું. દેવીઓનું અંતર -જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે. યથા– કોઈ દેવી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને સંજ્ઞી તિર્યંચમાં સ્ત્રી કે પુરુષરૂપે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય, તે આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ દેવીરૂપે ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે.
અંતર્મુહૂર્તની સ્થિતિવાળા સંજ્ઞી તિર્યંચ મરીને દેવલોકમાં જઈ શકે છે અને દેવલોકમાંથી ચ્યવીને કોઈ દેવ કે દેવી સંજ્ઞી તિર્યંચમાં અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ અંતર્મુહૂર્તના આયુષ્યવાળા મનુષ્ય દેવલોકમાં જઈ શકતા નથી. જઘન્ય અનેક માસના આયુષ્યવાળા મનુષ્યો જ દેવલોકમાં જઈ શકે છે અને દેવલોકમાંથી ચ્યવીને કોઈ જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય અનેક માસનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
તેથી દેવીઓનું જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર સંજ્ઞી તિર્યંચમાં ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે અને કોઈ દેવી દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને અનંતકાલ સંસાર પરિભ્રમણ કરીને પુનઃ દેવીરૂપે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર અનંતકાલનું થાય છે. આ રીતે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ-ઈશાન દેવલોકની દેવીઓનું અંતર જાણવું. સ્ત્રીઓનું અલ્પબદુત્વઃ५३ एयासिं णं भंते ! तिरिक्खजोणित्थियाणं, मणुस्सित्थियाणं देवित्थियाणं कयरा कयराहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा?