________________
પ્રતિપત્તિ-૧
[ ૩૩ ]
(૪) કંઈક શુભ પરિણામી, નમ્ર, અચપળ, સરળ, અકુતૂહલી, વિનીત, જિતેન્દ્રિય, તપસ્વી, પાપભીરુ, કલ્યાણકામી વગેરે પરિણામવાળો જીવ જોશી છે. (૫) શુભતર પરિણામી, અલ્પકષાયી, શાંતચિત્ત, જિતેન્દ્રિય, અલ્પભાષી, વિવેકી, ઉપશમભાવ યુક્ત પરિણામવાળો જીવ પદ્યલેશી છે. (૬) શુભતમ પરિણામી, આર્ત-રૌદ્ર ધ્યાનનો ત્યાગી, ધર્મ-શુકલ ધ્યાનનો ધ્યાતા, અલ્પકષાયી અથવા વીતરાગી, ઉપશાંત, જિતેન્દ્રિય, વ્રત નિયમનો પાલક વગેરે પરિણામવાળો જીવ શુક્લલશી છે. આ છ લેગ્યામાં પ્રથમ ત્રણ અશુભ અને અંતિમ ત્રણ શુભ લેશ્યા છે. (૮) ઇન્દ્રિય દ્વારઃ- સંપૂર્ણ જ્ઞાનરૂપ પરમ ઐશ્વર્યના અધિપતિ હોવાથી આત્મા જ ઈન્દ્ર છે. તેનું અવિનાભાવી લિંગ-ચિત ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયો પાંચ છે– શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય.
આ પાંચ ઇન્દ્રિયોના બે-બે પ્રકાર છે– દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય. દ્વવ્યક્રિયઃ- તેના પણ બે પ્રકાર છે– નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રવ્યન્દ્રિય. (૧) નિવૃત્તિનો અર્થ પૌદ્ગલિક રચના.નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પણ બાહ્ય અને આત્યંતરના ભેદથી બે પ્રકારની છે. કાનની બૂટ આદિ બાહ્ય નિવૃત્તિ છે અને તેનો કોઈ એક પ્રતિનિયત આકાર નથી. પ્રત્યેક પ્રાણીની ઇન્દ્રિયોનો આકાર ભિન્ન ભિન્ન હોય છે, તે જોઈ શકાય છે.
ઇન્દ્રિયોની આત્યંતર રચનાને આત્યંતર નિવૃત્તિ કહે છે. આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય બધા જીવોની સમાન હોય છે. આગમોમાં ઇન્દ્રિયોના સંસ્થાનનું કથન આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયની અપેક્ષાએ છે. શ્રોત્રેન્દ્રિયનો આકાર કદંબના પુષ્પ સમાન, ચક્ષુરિન્દ્રિયનો આકાર મસુરની દાળ સમાન, ધ્રાણેન્દ્રિયનો આકાર અર્ધમુક્તાફળની સમાન, જિલૅન્દ્રિયનો આકાર અસ્ત્રાની ધાર સમાન અને સ્પર્શેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો છે. (૨) ઉપકરણ દ્રવ્યન્દ્રિયનો અર્થ છે– આત્યંતર નિવૃત્તિ દ્રવ્યન્દ્રિયની વિષય ગ્રહણ કરવાની શક્તિ વિશેષ. જેના દ્વારા વિષય ગ્રહણ થાય તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે. બાહ્ય અને આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિય હોવા છતાં ઉપકરણેન્દ્રિયનો ઘાત થાય, તો તે ઇન્દ્રિય વિષય ગ્રહણ કરી શકતી નથી. ભાવેન્દ્રિય – ભાવેન્દ્રિય આત્મ ક્ષયોપશમ અને ઉપયોગ રૂપ છે. તેના પણ બે પ્રકાર છે– (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિષયને ગ્રહણ કરવાની ક્ષમતા, તે લબ્ધિ ભાવેન્દ્રિય છે. (૨) લબ્ધિ ભાવેન્દ્રિયનો ઉપયોગ-પ્રયોગ કરવો, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. ૯) સમુદ્રઘાત દ્વારઃ- (૧) સમ= એક સાથે, ઉદ્ઉત્કૃષ્ટપણે, ઘાતક કર્મોનો ઘાત. જે ક્રિયામાં એકી સાથે ઉત્કૃષ્ટપણે કર્મોનો ઘાત-નિર્જરા થાય તે ક્રિયાને સમુઘાત કહે છે. (૨) વિશેષ પરિસ્થિતિમાં આત્મપ્રદેશોને ફેલાવવાની ક્રિયાને સમુદ્દાત કહે છે. તેના સાત પ્રકાર છે.
૧. વેદના સમુઘાત– તીવ્ર વેદનાના સમયે આત્મપ્રદેશો ફેલાઈને વજન, પેટ આદિ પોલાણ ભાગમાં અને શરીરના અંતરાલોમાં વ્યાપ્ત થાય છે. અંતર્મુહૂર્ત પર્યત આ સ્થિતિ રહે છે અને તેમાં અશાતા વેદનીય કર્મદલિકોની નિર્જરા થાય છે. આ પ્રક્રિયાને વેદનીય સમુદ્દાત કહે છે.
૨. કષાય સમુઘાત– તીવ્ર કષાયના ઉદયમાં પૂર્વવત્ આત્મપ્રદેશોનો વિસ્તાર થતા પ્રચુર કષાયમોહનીય કર્મનો નાશ થાય છે, તે કષાય સમુદ્યાત છે.
૩. મારણાંતિક સમુદઘાત- આયુષ્યના અંતિમ અંતર્મુહુર્તમાં આત્મપ્રદેશોને નવા ઉત્પત્તિસ્થાન સુધી ફેલાવીને ઘણા આયુષ્યકર્મના દલિકોની નિર્જરા કરવી, તેને મારણાંતિક સમુદ્દાત કહે છે. તે મૃત્યુ સમયે જ થાય છે.
૪. વૈક્રિય સમુઘાત– વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી વૈક્રિય