________________
પ્રતિપત્તિ-૧
[ ૩૧ ]
વજઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને સેવાર્ત સહનન.
૧. વજઋષભ નારાચ સંઘયણ– વજ = કીલિકા, ખીલી, ઋષભ = પરિવેઝન પટ (વીંટવાનો પાટો) અને નારાચ = બંને બાજુ મર્કટ બંધ. બે હાડકાંઓ બંને બાજુથી મર્કટબંધથી જોડાયેલા હોય, ઉપર ત્રીજું હાડકું પટ્ટારૂપે વીંટળાયેલું હોય અને તેની ઉપરથી ત્રણેય હાકડાંઓને વીંધતી એક ખીલી હોય તો, આ પ્રકારની હાડકાંની મજબૂત રચનાને વજઋષભનારા સંહનન કહે છે. ૨. 2ષભનારા સંઘયણ– જેમાં બંને બાજુ મર્કટબંધ હોય, પાટો હોય પરંતુ ખીલી ન હોય, તેવી હાડકાંની રચનાને ઋષભનારાચ સંઘયણ કહે છે. ૩. નારાચ સંઘયણ–જેમાં બંને બાજુ મર્કટબંધથી જ હાડકાંઓ જોડાયેલા હોય, તે નારાચ સંહના છે.૪. અર્ધનારા સંઘયણ– જેમાં એક બાજુ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય, તે અર્ધનારાચ સંઘયણ છે. ૫. કાલિકા સંઘયણ– જેમાં હાડકાંઓ માત્ર ખીલીથી જોડાયેલા હોય તે કીલિકા સંહનન છે. ૬. સેવાર્ત(છેવટ)સંઘયણ– જેમાં હાડકાંઓ માત્ર એક બીજામાં જોડાયેલાં હોય(ખીલી આદિ ન હોય) તે સેવા અથવા છેવટું સંહનન છે.
ઉક્ત પ્રકારના છ સહનનોમાંથી સૂક્ષ્મ પૃથ્વીકાયમાં છેલ્લા સેવા સદનન હોય છે. જો કે પાંચ સ્થાવર જીવોના ઔદારિક શરીરમાં હાડકાં દેખાતા નથી પરંતુ સ્થાવર જીવોના શરીરમાં હાડકાં સંબંધિત શક્તિ અને તેનું કાર્ય આંશિકરૂપે હોય છે. તેથી તેમાં સંઘયણનું વિધાન કરવામાં આવે છે. સ્થાવર જીવોમાં તે સંઘયણની શક્તિ અત્યંત અલ્પ હોવાથી તેમાં અત્યંત અલ્પ શક્તિવાળું એક માત્ર સેવા સંઘયણ હોય છે. (૪) સંસ્થાન દ્વાર - સંસ્થાનનો અર્થ છે આકૃતિ. તેના પણ છ પ્રકાર છે-(૧) સમચતુરસ સંસ્થાન (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન (૩) સાદિ સંસ્થાન (૪) કુન્જ સંસ્થાન (૫) વામન સંસ્થાન (૬) હુંડ સંસ્થાન. છ સંસ્થાન :
(૧) સમચતુરસ
સંસ્થાન
(૨) ચગ્રોધ પરિમંડલ સંસ્થાન
(૩) સાદિ સંસ્થાન
E
25 (૪) કુન્જ સંસ્થાન
(૫) વામન સંસ્થાન
(૬) હુંડ સંસ્થાન