________________
૧૭૮
શ્રી રાયપસેણીય સૂત્ર
जाव सव्वदुक्खाणमंतं करेहि ।
ભાવાર્થ :- આ રીતે દઢપ્રતિજ્ઞ કેવળી ઘણા વર્ષો સુધી વિચરીને, ઘણા વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને, પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણીને, અનેક ભક્ત(ભોજન)નો ત્યાગ કરીને ઘણા ભક્ત– દિવસનું અનશન-સંથારો લઈને, જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ–પરિમિત વસ્ત્ર ધારણ કરવા, મુંડભાવ, કેશલુંચન, બ્રહ્મચર્ય ધારણ, અસ્નાન, દાંત ધોવા-રંગવાનો ત્યાગ, ઉપાનહ– પગરખાનો ત્યાગ, ભૂમિ પર શયન કરવું, પાટિયા પર સૂવું, ભિક્ષા માટે પરગૃહ પ્રવેશ, લાભ-અલાભ, માન-અપમાનમાં સમ રહેવું, અન્ય દ્વારા થતી હિલના, નિંદા, ખિંસના-તિરસ્કાર, તર્જના આંગળી ચીંધી-ચીંધીને કરાતો તિરસ્કાર, તાડના, ગર્હા—ઘૃણા, અનુકૂળ પ્રતિકૂળ બાવીસ પરિષહો, કઠોર વચનો સહન કરાય છે, તે સાધ્યની સાધના કરીને ચરમ શ્વાસોચ્છશ્વાસે સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
ઉપસંહારઃ
१३३ सेवं भंते ! सेवं भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ:આ પ્રમાણે સૂર્યાભદેવના અતીત, અનાગત અને વર્તમાન જીવનપ્રસંગોને સાંભળ્યા પછી ગૌતમસ્વામીએ કહ્યું– હે ભગવન્ ! તે એમ જ છે, આપે પ્રતિપાદન કર્યું છે– તેમ જ છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને ગૌતમસ્વામી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
વિવેચનઃ
પ્રસ્તુત આગમમાં પ્રદેશીરાજાના ત્રણ ભવોનું વર્ણન છે. પ્રદેશી રાજાએ શ્રાવકવ્રતને સ્વીકાર્યા પછી કેટલો સમય ધર્મરાધના કરતા રહ્યા અને કેટલા સમયે તેમનું આયુષ્ય પૂર્ણ થયું ? તે સંબંધી કોઈ ઉલ્લેખ આગમમાં નથી તથા કેવી અને તેણે કેટલી તપશ્ચર્યા કરી તે પણ ઉલ્લેખ નથી. પરંપરાગત માન્યતા એવી છે કે પ્રદેશી રાજાએ શ્રમણોપાસક બન્યા ત્યારથી નિરંતર છઠના પારણે છઠ કર્યા અને સર્વ મળી તેર છઠ થયા. આ માન્યતા પ્રમાણે વ્રણ ગ્રહણ પછી ૩૯ દિવસનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિ મરણે મૃત્યુ પામી સૂર્યાભદેવરૂપે ઉત્પન્ન થયા.
SOO
|| રાયપસેણીય સૂત્ર સંપૂર્ણ ॥
De
અચ્છ