________________
૧૩૮
શ્રી રાયપસેણીય સૂત્ર
जइ णं से अज्जए ममं आगंतुं वएज्जा
एवं खलु णत्तुया ! अहं तव अज्जए होत्था, इहेव सेयवियाए णयरीए अधम्मिए जाव णो सम्मं करभरवित्तिं पवत्तेमि । तए णं अहं सुबहु पावं कम्म कलिकलुषं समज्जिणित्ता णरएसु उववण्णे, तं मा णं णत्तुया ! तुमं पि भवाहि अधम्मिए जाव णो सम्मं करभरवित्तिं पवत्तेहि । मा णं तुमं पि एवं चेव सुबहु पावकम्मं जाव उववज्जिहिसि ।
तं जइ णं से अज्जए ममं आगंतुं वएज्जा तो णं अहं सद्दहेज्जा पत्तिएज्जा रोज्जा जहा अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं । जम्हा णं से अज्जए ममं आगंतुं णो एवं वयासी, तम्हा सुपइट्ठिया मम पइण्णा समणाउसो ! जहा तज्जीवो तं सरीरं ।
ભાવાર્થ :- ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! જો આપ શ્રમણ નિગ્રંથોની એવી સમજ યાવત્ એવો સિદ્ધાંત છે કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે પરંતુ જીવ-શરીર એકરૂપ નથી(તો તેમાં મારો આ પ્રશ્ન છે કે—)
મારા એક દાદા હતા. તેઓ આ જંબુદ્રીપની શ્વેતાંબિકા નગરીના અધાર્મિક રાજા હતા. તેનો કારભાર પણ બરાબર ન હતો અર્થાત્ તેઓ પ્રજા પાસેથી કર લઈ તેનું પાલન-પોષણ બરાબર કરતા ન હતા. તમારા કહેવા પ્રમાણે તો તેઓ ઘણા પાપી હતા અને અતિ કલુષિત—ઘોર પાપકર્મ કરીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને કોઈ એક નરકમાં નૈરયિક રૂપે જન્મ પામ્યા હોવા જોઈએ.
મારા તે દાદાનો હું વહાલો પૌત્ર હતો. તેમને હું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ–અતિ પ્રિય, આધાર રૂપ અને વિશ્વાસ પાત્ર હતો. તેઓને માટે હું કાર્ય કરવામાં સમ્મત, ઘણા કાર્યમાં માન્ય અને કાર્ય કર્યા પછી અનુમત હતો. હું તેમના જીવનના ઉત્સવ રૂપ હતો. મને જોઈને તેમનું હૃદય વિશેષ આનંદ પામતું હતું. ઉંબરાના પુષ્પની જેમ જોવાની વાત તો દૂર રહી પણ મારું નામ સાંભળવું પણ દુર્લભ હતું અર્થાત્ મારું નામ સાંભળવામાં પણ તેઓ પોતાને સદ્ભાગી માનતા હતા. તે દાદાએ આવીને મને કહી જવું જોઈએ કે...
હે પૌત્ર ! હું તારો પિતામહ(દાદા) હતો. આ શ્વેતાંબિકા નગરીનો હું અધાર્મિક રાજા હતો અને મેં ઘણા પાપ આચર્યા હતા યાવત્ પ્રજા પાસેથી કર લઈને તેમનું બરોબર રક્ષણ કરતો ન હતો. તેથી હું ઘણા કલુષિત પાપ કર્મોનો સંચય કરીને નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થયો છું. માટે હે પૌત્ર ! તું અધાર્મિક થતો નહીં, અધર્મનું આચરણ કરતો નહીં અને પ્રામાણિકપણે દેશનો કારભાર કરજે. નરકની પીડા ભયંકર છે માટે મારી જેમ પાપાચરણ આચરી પાપ કર્મનો સંચય કરતો નહીં.
જો મારા દાદા આવીને મને આ પ્રમાણે કહે તો હું શ્રદ્ધા કરું, પ્રતીતિ–વિશ્વાસ કરું, રુચિ રાખું કે જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન છે, એક રૂપ નથી. પરંતુ મારા દાદા આવીને તેવું કશું કહેતા નથી, તેથી હે આયુષ્યમાન શ્રમણ ! હું માનું છું કે જીવ અને શરીર એક છે.(તેમનો જીવ દેહના અગ્નિ સંસ્કાર સમયે દેહ સાથે નાશ પામ્યો છે. તેથી જ તેઓ કહેવા આવતા નથી.) તેના કારણે મારી ધારણા “જીવ અને શરીર