________________
શ્રી રાયપસેણીય સૂત્ર
ભદ્રાસનો ઉપર ચાર હજાર સામાનિક દેવો બેઠા. ત્યાર પછી સૂર્યાભદેવની પૂર્વ દિશામાં સ્થાપિત ચાર ભદ્રાસનો ઉપર ચાર અગ્રમહિષીઓ બેઠી.
૧૦૬
ત્યાર પછી સૂર્યાભદેવની દક્ષિણ પૂર્વ દિશામાં—અગ્નિકોણમાં સ્થાપિત આઠ હજાર ભદ્રાસનો પર આત્યંતર પરિષદના આઠ હજાર દેવો બેઠા. ત્યાર પછી સૂર્યાભદેવની દક્ષિણ દિશામાં સ્થાપિત દસ હજાર ભદ્રાસનો પ૨ મધ્યમ પરિષદના દસ હજાર દેવો બેઠા. ત્યાર પછી સૂર્યાભદેવની દક્ષિણ પશ્ચિમ અર્થાત્ નૈઋત્યકોણમાં સ્થાપિત બાર હજાર ભદ્રાસનો પર બાહ્ય પરિષદના બાર હજાર દેવો બેઠા.
ત્યાર પછી સૂર્યાભદેવની પશ્ચિમ દિશામાં સ્થાપિત સાત ભદ્રાસનો પર સાત અનિકાધિપતિ દેવો બેઠા. ત્યાર પછી સૂર્યાભદેવની પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તે ચારે દિશામાં સ્થાપિત ચાર-ચાર હજાર તે રીતે સોળ હજાર(૧૬,૦૦૦) ભદ્રાસનો પર સોળ હજાર(૧૬,૦૦૦) આત્મરક્ષક દેવો બેઠા. १८४ ते णं आयरक्खा सण्णद्ध-बद्ध वम्मियकवया उप्पीलियसराणपट्टिया पिणद्धगेविज्जा आविद्ध-विमल-वरचिंधपट्टा गहियाउहपहरणा ति-णयाणि ति-संधियाइं वयरामयकोडीणि धणूइं पगिज्झ पडियाइय-कंडकलावा णीलपाणिणो पीतपाणिणो रत्तपाणिणो चावपाणिणो चारुपाणिणो चम्मपाणिणो दंडपाणिणो खग्गपाणिणो पासपाणिणो णील-पीय-रक्त-चाव-चारु चम्म-दंड-खग्ग-पासधरा आयरक्खा; रक्खोवगया गुत्ता गुत्तपालिया जुत्ता जुत्तपालिया पत्तेयं पत्तेयं समयओ विणयओ किंकरभूया इव चिट्ठति ।
ભાવાર્થ:- તે આત્મ રક્ષક દેવો ગાઢ બંધનથી બદ્ઘ કવચ ધારણ કરીને, પ્રત્યંચા ચઢાવેલા ધનુષ્યો ગ્રહણ કરીને, ગળામાં ‘ત્રૈવેયક’ નામનું ગ્રીવારક્ષક ઉપકરણ વિશેષ પહેરીને, વીરતા સૂચક ચિહ્ન પટ(વસ્ત્ર વિશેષ) મસ્તક ઉપર બાંધીને, આયુધો અને પ્રહરણો ગ્રહણ કરીને; આદિ, મધ્ય અને અંત્ય આ ત્રણ સ્થાનોમાં નમ્રીભૂત, આ જ ત્રણ સ્થાનોમાં સંધાનયુક્ત, વજ્રમય અંતભાગવાળા ધનુષ્યો અને બાણ સમૂહને ધારણ કરીને, કેટલાક નીલવર્ણના બાણોના સંયોગથી નીલવર્ણવાળા, કેટલાક પીળાવર્ણના બાણોના સંયોગથી પીળાવર્ણવાળા, કેટલાક લાલવર્ણના બાણોના સંયોગથી લાલવર્ણવાળા ધનુષ્યધારી ચારુ નામક પ્રહરણયુક્ત, ચામડાની ગોફણ, આ રીતે નીલ, પીત, લાલ રંગના ધનુષ, ચર્મ, દંડ, તલવાર, પાશ વગેરે લઈને સમયે-સમયે સૂર્યાભદેવનું રક્ષણ કરવામાં તત્પર, આજ્ઞા પાલન કરવામાં સાવધાન, ગુપ્ત આદેશ પાલનમાં તત્પર, અન્યનો પ્રવેશ ન થઈ શકે તેમ અત્યંત સઘનપણે અને પંક્તિબદ્ધ ગોઠવાયેલા, વિનીત ભાવે કિંકરભૂત થઈને તેમની ચારે દિશામાં ચોકી પહેરો ભરતા ઊભા હતા.
સૂર્યાભદેવની સ્થિતિઃ
|१८५ सूरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता ।
सूरियाभस्स णं भंते! देवस्स सामाणियपरिसोववण्णगाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता । एमहिड्डीए ए महज्जुईए, एमहब्बले एमहायसे एमहासोक्खे एमहाणुभागे सूरियाभे देवे ।