________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
| ૧૦૩ |
કર્યું. સરસ ગોશીર્ષ ચંદનના થાપા માર્યા, પુષ્પ યાવતું આભરણો ચઢાવ્યા, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ લટકાવી, કોમળ હાથે પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવી, તે સ્થાનને સુશોભિત કરી, ધૂપ કર્યો. દક્ષિણી મુખમંડપના ઉત્તરી સ્તંભ પંક્તિ સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરી તેનાથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કર્યા. દક્ષિણી મુખમંડપના પૂર્વીદ્વાર પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કર્યા. દક્ષિણી મુખમંડપના દક્ષિણીદ્વાર પાસે આવીને તેના બારશાખ, પૂતળીઓ, વાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વકાર્યો કર્યા.
દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપ અને દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપના બરોબર મધ્યભાગમાં વજમય અક્ષપાટ (અખાડો), તેના ઉપરની મણિપીઠિકા, તેના ઉપરના સિંહાસન પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી અક્ષપાટ, મણીપીઠિકા અને સિંહાસનને સાફ કર્યા દિવ્ય જલધારાથી ધોયા, સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચિત કર્યા, પુષ્પ યાવત આભરણો ચઢાવ્યા, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ લટકાવી, કોમળ હાથથી પંચવર્ણા પુષ્પો ગોઠવીને તે સ્થાનને સુશોભિત બનાવ્યું અને ધૂપ કર્યો. દક્ષિણી પ્રેક્ષામંડપના પશ્ચિમી દ્વાર, ઉત્તરી સંભપંક્તિ, પૂર્વી દ્વાર અને દક્ષિણીદ્વાર પાસે આવી પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કર્યા.
- દક્ષિણી ચૈત્યસૂપ સમીપે આવી હાથમાં મોરપીંછ ગ્રહણ કરી ચૈત્યસ્તૂપ, મણિપીઠિકાનું પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાનું સિંચન કર્યું, સરસ ગોશીર્ષ ચંદન લગાવ્યું યાવત્ ધૂપ કર્યો.
અનકમે પશ્ચિમી મણિપીઠિકા. પશ્ચિમી જિનપ્રતિમા સમીપે આવીને. ઉત્તરી મણિપીઠિકા અને ઉત્તરી જિનપ્રતિમા સમીપે આવી, પૂર્વી મણિપીઠિકા અને પૂર્વી જિનપ્રતિમા સમીપે આવીને તથા દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા સમીપે આવીને, તે જ રીતે સર્વ કાર્યો કર્યા.
દક્ષિણી ચૈત્યવક્ષ, દક્ષિણી મહેન્દ્રધ્વજ, દક્ષિણી નંદાપુષ્કરિણી પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી તેનાથી તોરણો, ટિસોપાન શ્રેણી, પૂતળીઓ, વ્યાલરૂપ વગેરેનું પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાથી સિંચન કર્યુ, સરસ ગોશીર્ષ ચંદન લગાવ્યું, પુષ્પાદિ ચઢાવ્યા, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ લટકાવી, પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવ્યા અને ધૂપ કર્યો.
સિદ્ધાયતનની પ્રદક્ષિણા કરી ઉત્તરી નંદા પપરિણી પાસે આવીને, ઉત્તરી મહેન્દ્રધ્વજ. ઉત્તરી ચૈત્યવક્ષ, ઉત્તરી ચૈત્યરૂપ, પશ્ચિમી મણિપીઠિકા, પશ્ચિમી જિનપ્રતિમા, ઉત્તરી મણિપીઠિકા, ઉત્તરી જિનપ્રતિમા, પૂર્વી મણિપીઠિકા, પૂર્વી જિનપ્રતિમા, દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા પાસે આવી તે સર્વ કાર્યો કર્યા.
ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપ, ઉત્તરી પ્રેક્ષાગૃહમંડપના બરાબર મધ્યભાગમાં દક્ષિણીપ્રેક્ષાગૃહમંડપની જેમજ આ પશ્ચિમીદ્વાર પાસે, ઉત્તરીદ્વાર, પૂર્વીદ્વાર અને દક્ષિણી સ્તંભ સંબંધી સર્વ કાર્યો કર્યા.
ઉત્તરીદ્વારના મુખમંડપ અને ઉત્તરી મુખમંડપના મધ્યભાગમાં આવીને તથા ઉત્તરી મુખમંડપના પશ્ચિમીવાર, ઉત્તરીકાર, પુર્વીદ્વાર અને દક્ષિણી સ્તંભ પંક્તિ પાસે આવીને તે સર્વ કાર્ય કર્યા. સિદ્ધાયતનના ઉત્તરીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કર્યા.
સિદ્ધાયતનના પૂર્વીદ્વાર પાસે આવી તે સર્વ કાર્ય કર્યા. પૂર્વીદ્વારના મુખમંડપ અને તે મુખમંડપના મધ્યભાગમાં આવી તે સર્વ કાર્ય કર્યા. પૂર્વ મુખમંડપના દક્ષિણીકાર, પશ્ચિમીસ્તંભÍકિત, ઉત્તરીદ્વાર અને પૂર્વીદ્વાર પાસે આવી, તે સર્વ કાર્યો કર્યા.
પૂર્વ પ્રેક્ષાગૃહ મંડપ, પૂર્વ પ્રેક્ષાગૃહમંડપના સૂપ, જિનપ્રતિમાઓ,ત્યવૃક્ષ, મહેન્દ્રધ્વજ, નંદા