________________
[ ૯૪]
શ્રી શયપણેણીય સૂત્ર
સુર્યાભવિમાનના દ્વાર અને તોરણોના દેશભાગ પર હારબંધ ચંદન લિપ્ત કળશો અને ચંદનકળશો મૂકી, તેને શોભાવ્યા. કેટલાક દેવોએ સૂર્યાભવિમાનને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી-લાંબી ગોળ માળાઓથી વિભૂષિત કર્યું. કેટલાક દેવોએ ચારેબાજુ સુગંધી પુષ્પો પાથરીને સૂર્યાભવિમાનને સુશોભિત કર્યું.
કેટલાક દેવોએ કૃષ્ણઅગર, શ્રેષ્ઠ કુંદુરુષ્ક, તુરુષ્ક–લોબાનવગેરે ધૂપની મનમોહક સુગંધથી સૂર્યાભવિમાનને સુવાસિત બનાવ્યું. કેટલાક દેવોએ ચારેબાજુ સુગંધ ફેલાવી, સૂર્યાભવિમાનને સુગંધની ગુટિકા (અગરબત્તી) જેવું બનાવી દીધું.
કેટલાક દેવોએ ચાંદીની વર્ષા કરી, તે જ રીતે કેટલાક દેવોએ સુવર્ણ, રત્ન, વજરત્ન, પુષ્પ, ફળ, માળા, સુગંધી દ્રવ્ય, સુગંધી ચૂર્ણ, વસ્ત્ર અને આભરણોની વર્ષા કરી. કેટલાક દેવોએ મંગલ પ્રતીકરૂપે બીજાને ચાંદી, સુવર્ણ, રત્ન, પુષ્પ, ફળ, માળાઓ, ચૂર્ણ, વસ્ત્ર, ગંધ અને આભરણની ભેટ આપી.
કેટલાક દેવોએ વીણાદિ તત, ઢોલાદિ વિતત, તાલ આદિ ઘન અને વાંસળી આદિ શુષિર, આ ચાર પ્રકારના વાદ્ય વગાડ્યા. કેટલાક દેવોએ પહેલેથીજ શરૂ કરેલા ઉસ્લિપ્ત, છંદના ચોથા ભાગરૂપ પાદમાં બાંધેલા પાયબદ્ધ, વચ્ચે-વચ્ચે મૂર્ચ્છનાદિના પ્રયોગથી ધીરે-ધીરે ગવાતા મંદ અને યથોચિત લક્ષણયુક્ત હોવાથી છેલ્લે સુધી યોગ્ય નિર્વાહયુક્ત રોચિતાવસાન, આ ચાર પ્રકારના ગેય-સંગીતમય ગીત ગાયા.
કેટલાક દેવોએ દ્રત નાટ્યવિધિ, કેટલાકે વિલંબિત નાટ્યવિધિ બતાવી, કેટલાકે કૂતવિલંબિત નાટય વિધિ, કેટલાકે અંચિત નાટ્યવિધિ બતાવી. કેટલાકે આરભટ, ભસોલ અને આરભટભસોલ નાટયવિધિ બતાવી. કેટલાક દેવોએ ઉપર ઉછળી નીચે પડવારૂપ અને નીચે પડી ઉપર ઉછળવારૂપ ઉત્પાતનિપાત નાટ્યવિધિ, શરીરને સંકોચીને ફેલાવવા રૂપ સંકુચિત પ્રસારિત નાટ્ય વિધિ, ગમનાગમનરૂપ રિયારિય નાટયવિધિ અને અદ્ભુત ચરિત્રો જોઈ પ્રેક્ષકો ભ્રમમાં પડી જાય, આશ્ચર્ય પામી જાય, તેવી ગાત્રવિક્ષેપરૂપ ભ્રાન્તસંભ્રાન્તા નાટ્યવિધિ બતાવી.
કેટલાક દેવોએ દાન્તિક, પ્રાતિશ્રુતિક, સામાન્યતોવિનિપાતિક અને લોક મધ્યાવસાનિક, આ ચાર પ્રકારના અભિનયો બતાવ્યા.
હર્ષમાં આવી જઈ કેટલાક દેવોએ બુચકારા કર્યા, કેટલાકે ખુશ થઈને ગીત ગાયા કેટલાકે લાસ્યસુકોમળ નૃત્ય કર્યું. કેટલાકે તાંડવનૃત્ય કર્યું; કેટલાકે બુચકારા, ખુશ થઈને ગીત ગાવા, લાસ્યનૃત્ય અને તાંડવનૃત્ય આ ચારે ય કાર્યો કર્યા. કેટલાકે પોતાની ભુજાને થપથપાવી, કેટલાક પહેલવાનની જેમ કૂદ્યા, કેટલાકે પહેલવાનની જેમ પૈતરા-દાવ બદલ્યા, કેટલાકે ભુજાથપથપાવી, કૂદવું અને દાવબદલવા, આ ત્રણેય ક્રિયાઓ કરી. કેટલાક ઘોડાની જેમ હણહણ્યા, કેટલાક હાથીઓની જેમ ગુલગુલાટ–ચીંઘાડ્યા, કેટલાક રથની જેમ રણઝણ્યા, કેટલાકે હણહણાટાદિ ત્રણે ય ક્રિયાઓ કરી. કેટલાક ઉપર ઉછળ્યા, કેટલાક નીચે ઉછળ્યા, કેટલાકે હર્ષનો અવાજ કર્યો; કેટલાક ઉપર, નીચે ઉછળ્યા અને હર્ષનો અવાજ કર્યો. કેટલાકે ઉપર છલાંગ મારી, કેટલાકે નીચે છલાંગ મારી, કેટલાકે ત્રાંસી છલાંગ મારી, કેટલાકે ત્રણે ય પ્રકારની છલાંગ મારી, કેટલાકે સિંહનાદ કર્યો, કેટલાકે જમીન પર પગ પછાડ્યા, કેટલાકે જમીન પર હાથના થાપા માર્યા, કેટલાકે સિંહનાદાદિ ત્રણે ય કર્યા. કેટલાક દેવો વાદળાની જેમ ગર્યા, કેટલાક વીજળીની જેમ ચમક્યા, કેટલાક વરસાદની જેમ વરસ્યા. કેટલાકે તે ત્રણે ય કાર્યો કર્યા. કેટલાક જ્વલિત થયા, કેટલાક તપ્ત થયા, કેટલાક પ્રતપ્ત થયા, કેટલાક જ્વલિત, તપ્ત, પ્રતપ્ત થયા.
કેટલાકે હુંકાર કર્યો, કેટલાકે ફૂત્કાર કર્યો, કેટલાકે ધૂત્કાર કર્યો, કેટલાકે પોતાના નામોનું ઉચ્ચારણ