________________
બુત સેવાનો સત્કાર
મૃતાધાર (મુખ્યદાતા)
ગુરુ ભકત
गुरुः ब्रह्मा गुरु विष्णुः गुरु देवो महेश्वरः ।
गुरु र्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः ।। જીવનની સફળતા માટે ગુરુ તત્વની મહત્તા જૈન અને જૈનેત્તર દર્શનોએ નિર્વિવાદપણે સ્વીકારી છે.
જે વ્યક્તિ ગુરુનું સાંનિધ્ય પામી, ગુરુ આજ્ઞાને જ પોતાનો જીવનમંત્ર બનાવે, તે મંત્રને સિદ્ધ કરે છે, તેના તન-મન અને સમગ્ર જીવનમાં આમૂલ પરિવર્તન થઈ જાય છે. અને ત્યાર પછી જીવનપર્યત તેને ગુરુકૃપાના અદ્ભૂત ચમત્કારનો અનુભવ થયા કરે છે.
મહાન પુણ્યોદયે સદ્ગુરુની પ્રાપ્તિ થાય, અને અનંત પુરુષાર્થે ગુરુ પ્રતિ સમર્પણનો ભાવ ટકી રહે છે. જે શિષ્ય “ત્રણે યોગ એકત્ત્વથી વર્તે આજ્ઞાધાર” ઉક્તિ અનુસાર ગુરુચરણે સમર્પિત થયા હોય તેના માટે ગુરુ જ સર્વસ્વ હોય છે.
એવા જ એક ગુરુભક્ત, જેના માટે ગુરુ સાક્ષાત્ ભગવાનતુલ્ય છે તેઓ સ્વયં પ્રચ્છન્ન રહીને પૂ. ગુરુદેવના જન્મદિન નિમિત્તે ગુરુચરણે શ્રુતભક્તિની અમૂલ્ય ભેટ અર્પણ કરી રહ્યા છે. તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ.
આપની ગુરુભક્તિ આપને ભગવાન બનાવે એવી ભવ્ય ભાવના સહ આપની ગુરુભક્તિ અને શ્રુતભક્તિની વારંવાર અનુમોદના કરીએ છે.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM