________________
|
७०
શ્રી રાયપસણીય સૂત્ર
सोलस सहस्साइं दोण्णि य सत्तावीसे जोयणसए तिण्णि य कोसे अट्ठावीसंच धणुसयं तेरस य अंगुलाई अद्धंगुलं च किंचिविसेसूणं परिक्खेवेणं, जोयणं बाहल्लेणं, सव्वजंबूणयामए अच्छे जाव पडिरूवे । ભાવાર્થ:- તે સૂર્યાભદેવના વિમાનની અંદરની ભૂમિ સમતલ અને રમણીય છે. સૂર્યાભવિમાનવાસી ઘણા દેવ-દેવીઓ ત્યાં આરામ કરે છે, બેસે છે તથા આનંદ કરતાં વિચરે છે.
તે સમતલ ભૂમિ ભાગની બરોબર વચ્ચે એક મોટું ઉપકારિકાલયન-પત્થરથી નિર્મિત પ્રાસાદાદિની પીઠિકા છે. તે ઉપકારિકાલયનની લંબાઈ-પહોળાઈ એક લાખ યોજનની છે અને ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્યાવીસ ધનુષ અને દેશોન સાડાતેર અંગુલ(૩, ૧૬ રર૭ યો. ૩ ગાઉ, ૧૨૮ ધનુ. ૧૩ અંગુલ) પ્રમાણ તેની પરિધિ છે. પરિમંડલ(ચૂડી જેવા) આકારવાળી ઉપકારિકા લયનની જાડાઈ એક યોજનાની છે. તે સુવર્ણમય, સ્વચ્છ અને રમણીય છે. १३३ से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते। साणं पउमवरवेइया अद्धजोयणं उर्ल्ड उच्चत्तेणं, पंच धणुसयाई विक्खंभेणं, उवकारियलेणसमा परिक्खेवेणं ।
तीसे णं परमवरवेइयाए इमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा-वइरामया णिम्मा रिट्ठामया पइट्ठाणा, वेरुलियामया खंभा, सुवण्णरुप्पमया फलया, लोहियक्खमईयो सुईओ, वइरामया संधी, णाणामणिमया कलेवरा, णाणामणिमया कलेवरसंघाडगा, णाणामणिमया रूवा, णाणमणिमया रूवसंघाडगा, अंकामया पक्खा-पक्खबाहाओ, जोईरसामया वंसा वंसकवेल्लुयाओ, रययामईओ पट्टियाओ, जायरूवमईओ ओहाडणीओ, वइरामईओ उवरिपुच्छणीओ, सव्व-सेयरययामए अच्छायणे।
साणं पउमवरवेइया एगमेगेणं हेमजालेणं एगमेगेणं गवक्खजालेणं एगमेगेणं खिखिणीजालेणं एगमेगेणं घंटाजालेणं एगमेगेणं मुत्ताजालेणं एगमेगेणं मणिजालेणं एगमेगेणं कणगजालेणं एगमेगेणं परमजालेणं सव्वओ समंता संपरिखित्ता । तेणं जाला तवणिज्ज-लंबूसगा जाव उवसोभेमाणा चिटुंति ।
तीसे णं पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तहिं तहिं बहवे हयसंघाडा जाव उसभसंघाडा सव्वरयणामया अच्छा जावपडिरूवा; जाववीहीओ पंतीओ मिहुणाई लयाओ। ભાવાર્થ - તે ઉપકારિકાલયનની ચારે બાજુ એક પદ્મવરવેદિકા અને એક વનખંડ છે. તે પદ્મવરવેદિકા અર્ધા યોજન ઊંચી, પાંચસો યોજન પહોળી છે અને ઉપકારિકાલયન જેટલી જ તેની પરિધિ છે.
તે પદ્મવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તે પદ્મવરવેદિકાના નેમભાગ-આત્યંતર આધાર યુક્ત પૃથ્વીતલ વજરત્નનો છે, પ્રતિષ્ઠાન- સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણરજતના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધ વજ રત્નની છે, તેના અંદર-બહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ