________________
[
s ]
શ્રી રાયપરોણીય સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સંગીતના સ્વર, દોષ અને ગુણોની સંખ્યાનો સંકેત કરવા માટે ઉત્તરસમUM , છોવિપ્રમુcવમકાનવેય પદ છે. તે સાત સ્વરો આદિના નામ આ પ્રમાણે છે.
સપ્ત સ્વર- (૧) ૪ (૨) ઋષભ (૩) ગાંધાર (૪) મધ્યમ (૫) પંચમ (૬) ધૈવત અને (૭) નિષાદ.ષદોષ (૧) ભીત (૨) વ્રત (૩) ઉમ્પિત્થ (૪) ઉત્તરાલ (૫) કાકસ્વર (દ) અનુનાસ.અષ્ટગુણ(૧) પૂર્ણ (૨) રક્ત (૩) અલંકૃત (૪) વ્યક્ત (૫) અવિઘુષ્ટ (૬) મધુર (૭) સમ (૮) સુલલિત. વિશેષ વિવરણ શ્રી અનુયોગદ્વાર સૂત્ર પ્રમાણે જાણવું.
પવનથી પરસ્પર અથડાતા તુણ-મણિઓમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ધ્વનિ સ્વરદોષ રહિત અને ગુણયુક્ત દેવોના દિવ્ય ધ્વનિ જેવો હોય છે. વનખંડવર્તી વાપિકાઓ આદિ - १२३ तेसि णं वणसंडाणं तत्थ-तत्थ देसे तहिं तहिं देसे बहूओ खुड्डा-खुडियाओ वावीओ पुक्खरिणीओ, दीहियाओ, गुंजालियाओ सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ।
अच्छाओसण्हाओ रययामयकूलाओसमतीराओ वयरामयपासाणाओतवणिज्जतलाओ सुवण्ण-रययवालुयाओ वेरुलियमणि-फालिय पडल-पच्चोयडाओ सुहोयारसुउत्ताराओणाणमणितित्थसुबद्धाओ चउक्कोणाओ आणुपुव्वसुजाय वप्पगंभीर-सीयलजलाओ संछण्ण-पत्तभिस-मुणालाओ बहुउप्पल-कुमुय-णलिण-सुभग-सोगंधिय-पोंडरीय -सयपत्तसहस्सपत्त-केसरफुल्लोवचियाओ छप्पयपरिभुज्जमाण-कमलाओ अच्छविमलसलिलपुण्णाओ पडिहत्थ भमंतमच्छकच्छभ-अणेग-सउण-मिहुणगपविचरिताओ पत्तेयं पत्तेयं पउमवरवेइया-परिक्खित्ताओ पत्तेय-पत्तेयं वणसंड-परिक्खित्ताओ अप्पेगइयाओ आसवोदगाओ अप्पेगइयाओ वारुणोदगाओ अप्पेगइयाओ खीरोदगाओ अप्पेगइयाओ घओदगाओ, अप्पेगइयाओ खोदोदगाओ, अप्पेगइयाओ पगईए उदकरसेणं पण्णत्ताओ, पासाईयाओ दरिसण्णिज्जाओ अभिरूवाओ पडिरूवाओ। ભાવાર્થ - તે વનખંડોમાં ઠેક-ઠેકાણે અનેક નાની-મોટી ચોરસ આકારવાળી વાવડીઓ, ગોળ આકારવાળી પુષ્કરિણીઓ, સીધી વહેતી નદીઓ, વાંકી-ચૂંકી વહેતી નદીઓ, હારબંધ સરોવરો, નહેર દ્વારા એક-બીજા સાથે જોડાયેલા હારબંધ સરોવરો અને બિલપંકિતઓ એટલે હારબંધ કૂવાઓ છે.
વાવડી વગેરે તે સર્વ સ્થાનો નિર્મળ અને સુંવળું છે; તેના કિનારા રજતમય છે અને ખાડા-ખબડા વિનાના સમ–એક સરખા છે, તેની અંદર રહેલા પત્થરો વજ રત્નના છે; તેનું તળિયું તપનીય(લાલ) સુવર્ણથી નિર્મિત છે અને તેના ઉપર સોના-ચાંદીની રેતી પથરાયેલી છે; કિનારાની નજીકનો ભાગ(ધાર) વૈડુર્ય અને સ્ફટિક મણિઓના સમૂહથી નિર્મિત છે; તેના ઘાટો(ચઢવા-ઉતરવાના માર્ગ) સુખાકારી છે; તે ઘાટ ઉપર અનેક પ્રકારના મણિઓ જડેલા છે; ચોખ્ખણી તે વાવડીઓ અગાધ અને શીતળ જળથી ભરેલી છે; કમળપત્રો, કમળકંદો, મૃણાલોથી તે જળાશયો ઢંકાયેલા છે અને ઘણા ઉત્પલ, કુમુદ નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, સો અને હજાર પાંખડીવાળા, કેસરાઓથી યુક્ત ખીલેલા કમળોથી ભરેલા છે. તે