________________
|
४ |
શ્રી રાયપસણીય સૂત્ર
हरियोभासा सीया सीयोभासा, णिद्धा णिद्धोभासा तिव्वा तिव्वोभासा किण्हा किण्हच्छाया णीला णीलच्छाया,हरिया हरियच्छाया,सीया सीयच्छायाणिद्धा णिद्धच्छाया घणकडितडिय च्छाया रम्मा महामेहणिकुरंबभूया । वणखंड वण्णओ । ભાવાર્થ :- સુયાર્ભ વિમાનની ચારે દિશાઓમાં પાંચસો-પાંચસો યોજનાના વિસ્તારવાળા ચાર વનખંડો છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણ વન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે.
તે વનખંડોની લંબાઈ સાડાબાર લાખ યોજનથી કાંઈક વધારે છે અને પહોળાઈ પાંચસો યોજના છે. તે ચારે ય વનખંડોને ફરતો એક-એક કોટ છે. આ વનખંડો કાળા અને કાળી કાંતિવાળા, નીલા અને નીલ કાંતિવાળા, લીલા અને લીલી કાંતિવાળા, શીત અને શીત કાંતિવાળા, સ્નિગ્ધ અને સ્નિગ્ધ કાંતિવાળા, તીવ્ર અને તીવ્ર કાંતિવાળા છે; કાળા અને કાળી છાયાવાળા, નીલા અને નીલ છાયાવાળા, લીલા અને લીલી છાયાવાળા, શીતળ અને શીતળ છાયાવાળા સ્નિગ્ધ અને સ્નિગ્ધ છાયાવાળા છે. વૃક્ષોની શાખાઓ પરસ્પર મળી ગઈ હોવાથી તે વનખંડો ગીચોગીચ, રમ્ય અને મહામેઘના સમૂહ જેવા જણાય છે. તે વનખંડોના વૃક્ષ ઊંડા ફેલાયેલા મૂળવાળા છે વગેરે વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ११९ तेसि णं वणसंडाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा पण्णत्ता- से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहि य तणेहि य उवसोभिया, तेसि णं गंधो फासो णेयव्वो जहक्कम । ભાવાર્થ :- વનખંડોનું ભૂમિતલ ઢોલકના ચર્મમઢિત ભાગ જેવું એકદમ સપાટ(સમતલ) છે. તે ભૂમિતલ અનેક પ્રકારના પંચવર્ણી મણિમય તૃણોથી સુશોભિત છે. તેના ગંધ, સ્પર્શ આદિનું વર્ણન સૂત્ર ૨૩ થી ર૯ પ્રમાણે જાણવું. १२० तेसिणं भंते ! तणाण य मणीण य पुव्वावस्दाहिणुत्तरागएहिं वाएहिं मंदायंमंदायं एइयाणं वेइयाणं कंपियाणं चालियाणं फंदियाणं घट्टियाणं खोभियाणं उदीरियाणं केरिसए सद्दे भवइ ?
गोयमा ! से जहाणामाए सीयाए वा संदमाणीए वा रहस्स वा सच्छत्तस्स सज्झयस्स सघंटस्स सपडागस्स सतोरणवरस्स सणंदिघोसस्स, संखिखिणिहेमजालपरिक्खित्तस्स हेमवय-चित्त-विचित्त-तिणिसकणग-णिज्जुत्त-दारुयायस्स सुसपिणद्धारक मंडल-धुरागस्स कालायस-सुकय-णेमिजत-कम्मस्स आइण्ण-वरतुरग-सुसपउत्तस्स कुसलणरच्छेय- सारहि-सुसंपरिग्गहि-यस्स सरसय-बत्तीस-तोण-परिमडियस्स सकंकडावयंसगस्स, सचाव-सस्पहरण-आवरण-भरियजोहजुज्झ-सज्जस्स, रायंगणसि वा रायंतेउरंसि वा रम्मंसि वा मणिकुट्टिम-तलंसि अभिक्खणं- अभिक्खणं अभिघट्टिज्ज-माणस्स वा णियट्टिज्जमाणस्स वा उराला मणुण्णा मणोहरा कण्णमणणिव्वुइकरा सद्दा सव्वओ समंता अभिणिस्सवंति। भवेयारूवे सिया ? णो इणद्वे समढे ।