________________
અધ્યયન-૨(ઉજ્જિતક.
૩૯ |
यकम्मे एयप्पहाणे एयविज्जे एयसमयारे सुबहु पावकम्मं समिज्जिणित्ता पंचवाससयाई परमाउयं पालइत्ता अट्टदुहट्टोवगए कालमासे कालं किच्चा दोच्चाए पुढवीए उक्कोसं तिसागरोवम ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववण्णे । ભાવાર્થ :- ત્યાર પછી તે ગોત્રાસક દરરોજ અર્ધરાત્રિના સમયે સૈનિકની જેમ તૈયાર થઈને કવચ પહેરીને તેમજ શસ્ત્રાસ્ત્રોને ધારણ કરીને પોતાના ઘરેથી નીકળીને, ગોમંડપ(ગૌશાળા)માં જઈને સનાથઅનાથ અનેક નાગરિક પશુઓના અંગોપાંગોને કાપીને પોતાના ઘરે લાવી, તે ગાય વગેરે પશુઓનાં શૂળ પક્વ માંસ અને મદિરા આદિનું સેવન કરતો જીવન વિતાવતો હતો.
ત્યાર બાદ તે ગોત્રાસક કૂટગ્રાહ આવા પ્રકારનાં કર્મોવાળો, આ રીતનાં કાર્યોને મુખ્ય માનનારો, આવી પાપરૂપ વિદ્યાને જાણનારો તથા આવા પ્રકારનાં ક્રૂર આચરણવાળો, વિવિધ પ્રકારનાં પાપકર્મોનું ઉપાર્જન કરીને પાંચસો વર્ષનું પૂરું આયુષ્ય ભોગવીને, ચિંતા અને દુઃખથી પીડિત થતો મૃત્યુના સમયે કાળ કરીને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળી બીજી નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થયો.
વિવેચન :
આ અધ્યયનમાં વર્ણિત બાળકનું નામ 'ગોત્રાસક' છે. વિભિન્ન પ્રતોમાં મૂળપાઠમાં ગોત્તાસળગોત્રાસક અને ગોત્રાસ બંને શબ્દો જોવા મળે છે. નામની દષ્ટિએ ગોત્રાસક નામ યથોચિત્ત જણાય છે.
ઉઝિતકનો જન્મ :|१६ तए णं विजयमित्तस्स सत्थवाहस्स सुभद्दा णामं भारिया जायणिंदुया यावि होत्था । जाया जाया दारगा विणिहायमावति । तए णं से गोत्तासे कूडग्गाहे दोच्चाए पुढवीए अणंतरं उवट्टित्ता इहेव वाणियगामे णयरे विजयमित्तस्स सत्थवाहस्स सुभद्दाए भारियाए कुच्छिसि पुत्तत्ताए उवण्णे । तए ण सा सुभद्दा सत्थवाही अण्णया कयाइ णवण्ह मासाणं बहुपडिपुण्णाण दारगं पयाया।
ભાવાર્થ :- ત્યાર પછી વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામની સ્ત્રી જાતનિકા(જન્મતાં જ મરી જાય તેવા બાળકને જન્મ આપનારી) હતી. તેથી તેનાં બાળકો જન્મતાં જ મરી જતાં હતાં. ત્યાર પછી તે ગોત્રાસક કૂટગ્રાહનો જીવ બીજી નરકમાંથી નીકળીને વાણિજ્યગ્રામ નગરના વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામની સ્ત્રીના ગર્ભમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો, નવ માસ પરિપૂર્ણ થતાં સુભદ્રા સાર્થવાહીએ પુત્રને જન્મ આપ્યો.