________________
અધ્યયન-૨/ઉન્દ્રિતક
આભુષણ ધારણ કરેલાં હતાં અને તેમના શરીર પર ઉત્તમ, વિશિષ્ટ પ્રકારની નિશાનીવાળી પટ્ટી(વસ્ત્રખંડથી બનાવેલ ચિહ્ન) લગાવેલી હતી તથા આયુધ અને પ્રહરણાદિ ધારણ કરેલાં હતાં.
તે પુરુષોની વચ્ચે ભગવાન ગૌતમ સ્વામીએ એક બીજા માણસને જોયો. જેના બંને હાથો વાળીને પાછળના ભાગની સાથે દોરડાથી બાંધેલા હતા. તેનાં કાન અને નાક કાપેલાં હતાં. તેનું શરીર ઘીથી ચીકણું કરવામાં આવ્યું હતું. તેનો કટિપ્રદેશ(કમર) વધ યોગ્ય બે વસ્ત્રોથી યુક્ત હતો અર્થાત્ તેને વધ્ય પુરુષ માટે નક્કી કરેલ બે વસ્ત્રો પહેરાવેલા હતાં. તેના ગળામાં કંઠસૂત્રની જેમ લાલ પુષ્પોની માળા હતી અને તેનું શરીર ગેસના ચૂર્ણથી રંગેલું હતું. જે ભયથી ત્રાસ પામેલો તથા પ્રાણ ધારણ કરી રાખવાનો ઈચ્છુક હતો. સૈનિકો તેના શરીરમાંથી તલ તલ જેવડા ટુકડા કાપી રહ્યા હતા અને તે નાના નાના માંસના ટુકડા કાગડા આદિ પક્ષીઓને ખવડાવતા હતા. તે પાપી પુરુષને સેંકડો પત્થરો તથા ચાબુકો મારવામાં આવતા હતા. અનેક સ્ત્રી, પુરુષોથી ઘેરાયેલો, બધા ચોરા આદિ પર તેની ઉદ્દઘોષણા કરવામાં આવી રહી હતી અર્થાત્ ચાર અથવા તેનાથી પણ વધારે રસ્તાઓ મળતા હોય તેવાં સ્થાનો પર ફૂટેલા ઢોલ વગાડીને તેના સંબંધમાં ઘોષણા કરવામાં આવતી હતી, તે આ પ્રમાણે હતી
હે મહાનુભાવો! આ ઉઝિક બાળકને પકડીને રાજા અથવા રાજપુત્રે કોઈ અપરાધ નથી કર્યો અર્થાતુ તેની આ દુર્દશા માટે બીજા કોઈ દોષિત નથી પરંતુ આ તેના પોતાનાં જ કર્મોનો દોષ છે તેથી આ ખરાબ અવસ્થાને પામ્યો છે. | ७ तए णं से भगवओ गोयमस्स तं पुरिसं पासित्ता इमे अज्झथिए जाव मणोगए संकप्पे समुप्पज्जित्था- अहो णं इमे पुरिसे जाव णरयपडिरूवियं वेयणं वेएइ त्ति कटु वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमकुलाइं जाव अडमाणे अहापज्जत्तं सामुदाणियं गिण्हइ, गिण्हित्ता वाणियगामे णयरे मज्झं मज्झेणं जाव भत्तपाणं पडिदंसेइ, पडिदंसित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु अहं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे वाणियगामे णयरे जाव तहेव सव्वं णिवेएइ । से णं भंते ! पुरिसे पुव्वभवे के आसी? जाव पच्चणुभवमाणे विहरइ ?
ભાવાર્થ :- ત્યાર પછી તે પુરુષને જોઈને ભગવાન ગૌતમના મનમાં એવો વિચાર યાવતું મનઃ સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ પુરુષ યાવતુ કેવી નરક સમાન વેદનાનો અનુભવ કરી રહ્યો છે. આવો વિચાર કરીને વાણિજ્યગ્રામ નગરમાં ધનિક, નિર્ધન અને મધ્યમ કોટિના ઘરોમાં ભ્રમણ કરતાં આવશ્યકતાનુસાર ભિક્ષા લઈને વાણિજ્યગ્રામ નગરની મધ્યમાંથી પસાર થતાં લાવત્ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે આવ્યા અને લાવેલી ભિક્ષા બતાવી. ત્યાર પછી ભગવાનને વંદના, નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા