________________
૨૬ ]
શ્રી વિપાક સૂત્ર
કરનો ભાર નાખનાર તથા તેવા પ્રકારના અન્ય પાપો આચરનારનું ભાવી કેવું હોય તે આ અધ્યયન રૂપી દર્પણમાં નિહાળી શકાય છે. વિપાક સૂત્રનું આ અધ્યયન તથા અન્ય અધ્યયનો આજના લાંચ રૂશ્વતીયા વાતાવરણમાં સમીક્ષા પાત્ર બની રહે છે. (૨) પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુઃસ્સહ દુર્ગધયુક્ત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. એ કર્તવ્ય-નિષ્ઠા અને પતિપરાયણતાનો અનુપમ આદર્શ રજૂ કરે છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાદ્ય સામગ્રીમાં પડેલી માખી.
(૪) સત્તા અને પુણ્યના નશામાં ચકચૂર બનેલા માનવો અન્યની પરવાહ કરતા નથી, ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર કરતા નથી, તેમ છતાં દુઃખદાયી કર્મો તેને ભોગવવા જ પડે છે. અન્ય જીવોને પીડા દેનાર પ્રાણી સ્વયંના દુઃખનું જ સર્જન કરે છે. (૫) સૌંદર્યપૂર્ણ દશ્યોને જોવાની આસક્તિ સાધુને માટે અકલ્પનીય છે, પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા-જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તે માટે ગીતાર્થગુરુની આજ્ઞાનુસાર કરવું જોઈએ. જેવી રીતે ગૌતમ સ્વામી આજ્ઞા લઈ મૃગાપુત્રને જોવા ભોંયરામાં ગયા હતા.
II અધ્યયન-૧ સંપૂર્ણ |