________________
સાધ્વી ઉષાશ્રી.જેમના દિલમાં, સૌ.કે. ગુરુ પ્રાણલાલજી મ. સા.ની જન્મશતાબ્દી નિમિત્તે આગમોનું અનુવાદ કરી અર્થ ધરાવીએ, તેવા ભાવ ઉદિત થયા હતા. તેની ભાવનાને સાકાર બનાવવા અમોને, ગુસ્વર્યોને આ વાત સ્ત્રી ગઈ અને તેને આફ્લાદભાવે સ્વીકારી લીધી. નાના સાધ્વી છંદે પણ ઉત્સાહમાં સહયોગ આપ્યો અને કાર્યવાહી આગળ વધી. તેમાં તેઓએ આ વિપાક સૂત્રનો અનુવાદ કરવાનો સ્વીકાર કર્યો. તેઓ તબિયતથી નાજુક છે, મનોબળથી મોટા છે, કોઈ પણ કાર્ય કરવા તે તેને રમત વાત છે. ગચ્છની સેવા, ભંડોપકરણ પૂરા પાડવા, સહયોગી બની ઊભા રહેવું, કાર્યમાં વેગ આપવો, ઉત્સાહ પૂરવો તેની નીડરતા, હિંમત અને હોંશ, પ્રસન્નતા આવા અનેક ગુણો તેનામાં તરવરે છે. અમારા સાધ્વીછંદોમાં ગુરુકુળની કલગી છે. ઉગ્ર તપસ્વિની છે. વિદ્યાપીઠનો અભ્યાસ કરેલ છે. તપસ્વી ગુરુરાજની કૃપાપાત્રી છે. આ સાધ્વી રત્નાએ જે વિપાક સૂત્ર લખ્યું છે, અવગાહ્યું છે તેને માટે એ જ ભાવના કરું કે તમો તમારા વિપાકનો વિનાશ કરી આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન, તેવી શુદ્ધ ભાવનાના ભાગી બનો. તમારો પુરુષાર્થ સ્વ તરફ શીઘ્ર વહે અને આત્મશાંતિ પામો, તેવા આશીર્વાદ.
આપને વિદિત છે કે આ આગમને મઢી દેનાર, વ્યવસ્થિત કરનાર, શિલ્પીસમ સંપાદક છે નવ જ્ઞાનગચ્છનાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મહારાજ. અમારા પરમ ઉપકારી વાણીભૂષણ પૂ. ગિરીશચંદ્રજી ગુરુદેવ, જેઓએ પુરુષાર્થ કરી ત્રણ લોકની અમૂલ નિધિ સમા ગીતાર્થ આગમ મનીષી ત્રિલોકમુનિજીને અહીં લાવી ઉપસ્થિત કર્યા છે. તેઓએ અમારા લખેલા આગમોને આભૂષણો પહેરાવી શૃંગારિત કરી સુસજ્જિત કર્યા છે. આ કાર્ય વેગવંતુ બનાવી સુસ્વચ્છ અને સુઘડ બનાવ્યું છે. ધન્ય હો! ગુરુદેવ ત્રિલોક મુનિ ! અમારું કામ આપે નિષ્કામ સ્વાધ્યાયપ્રેમી બનીને સફળ કર્યું. હું અનેકશઃ ધન્યવાદ આપી, મસ્તક ઝુકાવીને નમસ્કાર કરું છું. આગમ અવગાહન કરવામાં, પ્રુફ જોવામાં સાથ આપનાર દરેક સતીવૃદોના સાથને આવકારું છું.
આ કાર્યમાં જોડાયેલ ગુજરાતી અનુવાદોને શુદ્ધ કરનાર પ્રોફેસર સુશ્રાવક શ્રી મુકુંદભાઈ, ભાવથી સેવા આપનાર શ્રી ધીરુભાઈ, પ્રિન્ટ કરી પ્રકાશિત કરનાર નેહલભાઈ, શ્રુતજ્ઞાનાધાર બનનારા દાતાઓ, પ્રકાશિત કરનાર પ્રકાશન સમિતિના સભ્યો, આ કાર્યમાં પૂર્ણ સમર્પિત ભાવે ઉત્સાહ સાથે જોડાયેલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે આ દરેક સહયોગીઓના પુરુષાર્થને માન આપું છું.