________________
શ્રી વિપાક સૂત્ર
(જ્ઞાનરૂપ) છે, પ્રત્યક્ષ છે. અહીં કર્મનો અર્થ માત્ર પ્રત્યક્ષ પ્રવૃત્તિ નથી પરંતુ પ્રત્યક્ષ કર્મજન્ય સંસ્કાર છે. બૌદ્ધ પરિભાષામાં તેને વાસના અને અવિજ્ઞપ્તિ કહેલ છે. માનસિક ક્રિયાજન્ય સંસ્કાર–કર્મને વાસના કહેલ છે અને વચન તથા કાયજન્ય સંસ્કાર-કર્મને અવિજ્ઞપ્તિ કરેલ છે.
૨૦૪
તેઓનો અભિપ્રાય છે કે પ્રત્યેક પ્રવૃત્તિ વાસનાજન્ય છે. ઈશ્વર હોય કે કર્મ(ક્રિયા), મુખ્ય પ્રવૃત્તિ હોય કે ગૌણ પરંતુ તે સર્વ વાસનાજન્ય છે. ઈશ્વરને ન્યાયાધીશ માનીએ તેમ જ વિશ્વની વિચિત્રતાનું કારણ પણ તેને જ સ્વીકારીએ, તો પણ વાસનાને માન્યા વિના કાર્ય થતું નથી, શૂન્યવાદી મત પ્રમાણે અનાદિ અવિદ્યાનું બીજું નામ જ વાસના છે.
(૬) જૈનસાહિત્યમાં વિલક્ષણ વર્ણન :
જૈન સાહિત્યમાં કર્મવાદ સંબંધી સંપૂર્ણ વિશ્લેષણ કરેલ છે. જૈન દર્શનમાં પ્રતિપાદિત કર્મ વ્યવસ્થાનું જે વૈજ્ઞાનિક ૫ । છે તે ભારતીય પરંપરામાં અન્યત્ર પ્રાપ્ત થતું નથી. આ દષ્ટિએ જૈન પરંપરા તદ્દન વિલા છે. આગમ સાહિત્યથી લઈને વર્તમાન સાહિત્યમાં કર્મવાદનો વિકાસ કેવી રીતે થયો તે વર્ણન પૂર્વે લખાઈ ગયેલ છે.
(૭) કર્મનો અર્થ ઃ
કર્મનો શાબ્દિક અર્થ કાર્ય, પ્રવૃત્તિ અથવા ક્રિયા છે. જે કાંઈ કરાય તે કર્મ છે. જીવન વ્યવહારમાં સૂવું, બેસવું, ખાવું, પીવું વગેરે જે કાર્ય કરવામાં આવે છે, તેને કર્મ કહેવાય છે. વ્યાકરણશાસ્ત્રના કર્તા "પાણિનિ"એ કર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે– કર્તાને માટે જે અત્યંત ઈષ્ટ હોય તે કર્મ છે. મીમાંસાદર્શને ક્રિયાકાંડને અથવા યજ્ઞ આદિ અનુષ્ઠાનને કર્મ કહેલ છે. વૈશેષિક દર્શનમાં કર્મની પરિભાષા આ પ્રમાણે છે– જે એક દ્રવ્યમાં સમવાયથી રહે છે, જેમાં કોઈ ગુણ ન હોય અને જે સંયોગ અથવા વિભાગમાં કારણાંતરની અપેક્ષા ન રાખે.
સાંખ્યદર્શનમાં સંસ્કારના અર્થમાં કર્મ શબ્દનો પ્રયોગ મળે છે. ગીતામાં કર્મશીલતાને કર્મ કહેલ છે. ન્યાયશાસ્ત્રમાં ઉત્કૃપણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન આ પાંચ ક્રિયા માટે કર્મ શબ્દ પ્રયોજેલ છે. સ્માર્ત વિદ્વાન ચાર વર્ણો અને ચાર આશ્રમોનાં કર્તવ્યોને કર્મની સંજ્ઞા આપે છે. પૌરાણિકો વ્રત નિયમ આદિ ધાર્મિક ક્રિયાઓને કર્મ કહે છે. બૌદ્ધદર્શન જીવોની વિચિત્રતાના કારણને કર્મ કહે છે. તે વાસના રૂપે છે. જૈન પરંપરામાં કર્મ બે પ્રકારે છે– ભાવકર્મ અને દ્રવ્યકર્મ. રાગદ્વેષાત્મક પરિણામ અર્થાત્ કષાય ભાવકર્મ કહેવાય છે. કાર્મણ જાતિના પુદ્ગલ જે જડ છે, તે કષાયના કારણે આત્મા સાથે ભળી જાય છે તેને દ્રવ્યકર્મ કહેવાય છે. આચાર્ય અમૃતચંદ્રે લખ્યું છે કે આત્મા દ્વારા કરાયેલી ક્રિયાને કર્મ કહે છે. તે ક્રિયાનાં કારણે પરિણમન પામેલા પુદ્ગલ પણ કર્મ છે. કર્મ પુદ્ગલનું જ એક વિશેષ રૂપ છે, આત્માથી ભિન્ન એક વિજાતીય તત્ત્વ છે. જ્યાં સુધી આત્મા સાથે આ વિજાતીય તત્ત્વ-કર્મનો સંયોગ છે ત્યાં સુધી સંસાર છે અને તે સંયોગોનો નાશ થતાં આત્મા મુક્ત બને છે.
(૮) વિભિન્ન પરંપરાઓમાં કર્મના પર્યાય શબ્દો :
જૈન પરંપરામાં જે અર્થમાં કર્મ શબ્દનો પ્રયોગ થયેલ છે તે જ અર્થમાં કે તેના જેવા જ અર્થમાં