________________
| १५८
શ્રી વિપાક સૂત્ર
दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स सुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? तए णं से सुहम्मे अणगारे जंबु अणगारं एवं वयासीભાવાર્થ : હે ભગવન્! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો સુખવિપાકસૂત્રનાં સુબાહુ આદિ દસ અધ્યયનો પ્રતિપાદિત કર્યા છે, તો હે ભગવન્! મોક્ષ સંપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સુખવિપાકસૂત્રના પ્રથમ અધ્યયનનો શો અર્થ કહ્યો છે?
ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને આ પ્રમાણે કહ્યું– | ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे णामं णयरे होत्था । रिद्धस्थिमियसमिद्धे, वण्णओ । तत्थ णं हथिसीसस्स णयरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभाए एत्थ णं पुप्फकरंडए णामं उज्जाणे होत्था, सव्वोउयपुप्फ फल समिद्धे, वण्णओ । तत्थ णं कयवणमालपियस्स जक्खस्स जक्खाययणे होत्था । वण्णओ।
तत्थ णं हत्थिसीसे णयरे अदीणसत्तू णामं राया होत्था, महया हिमवंत जाव रज्ज पसासेमाणे विहरइ । तस्स णं अदीणसत्तुस्स रण्णो धारिणीपामोक्खा देवीसहस्सं ओरोहे यावि होत्था । ભાવાર્થ : હે જંબૂ! તે કાલે અને તે સમયે હસ્તિશીર્ષ નામનું એક મોટું નગર હતું. તે નગર ભવનાદિ વૈભવથી યુક્ત, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત-સુરક્ષિત અને ધન-ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતું. નગરનું વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણવું. તે નગરની બહાર ઉત્તર અને પૂર્વદિશાની મધ્યમાં અર્થાત્ ઈશાન ખૂણામાં પુષ્પકરંડક નામનું એક રમણીય ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓમાં ઉત્પન્ન થનારાં ફળફૂલો આદિથી યુક્ત હતું, વગેરે વર્ણન જાણવું. તે ઉદ્યાનમાં કૃતવનમાલપ્રિય નામના યક્ષનું યક્ષાયતન હતું. તે ઘણું જ સુંદર હતું, વગેરે વર્ણન જાણવું.
ત્યાં અદીનશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. તે હિમાલય આદિ પર્વતની સમાન રાજાઓમાં મહાન હતા યાવત્ તે રાજ્યનું શાસન કરતા હતા. અદીનશત્રુ રાજાના અંતઃપુરમાં ધારિણી પ્રમુખ અર્થાત્ ધારિણી જેમાં મુખ્ય રાણી છે, તે સહિત હજાર રાણીઓ હતી. सुजाभारनो पश्यिय :| ४ तए णं सा धारिणी देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि सीहं सुमिणे पासइ जहा मेहस्स जम्मणं तहा भाणियव्वं जाव सुबाहुकुमारे