________________
[ ૧૪૪ |
શ્રી વિપાકે સૂત્ર
દેવદત્તાનું ભવિષ્ય :२९ देवदत्ता णं भंते ! देवी इओ कालमासे कालं किच्चा कहिं गमिहिइ ? कहिं उववज्जिहिइ?
गोयमा ! असीई वासाइं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ । संसारो तहेव जाव वणस्सई । तओ अणंतरं उवट्टित्ता गंगपुरे णयरे हंसत्ताए पच्चायाहिइ । से णं तत्थ साउणिएहिं वहिए समाणे तत्थेव गंगपुरे णयरे सेट्ठिकुलंसि उववज्जिहिइ । बोही । सोहम्मे । महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ ઃ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો- હે ભગવન્! દેવદત્તા દેવી અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે ગૌતમ! દેવદત્તા દેવી ૮૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં નારકી રૂપે ઉત્પન્ન થશે. બાકીનું સંસાર પરિભ્રમણ પ્રથમ અધ્યયનવર્તીિ મૃગાપુત્રની જેમ થાવત વનસ્પતિમાં(લીંબડા આદિ કડવાં વૃક્ષોમાં તથા કડવા દૂધવાળા આકડા આદિના છોડોમાં) લાખાવાર ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધી ગંગપુર નગરમાં હંસ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પારધી દ્વારા વધ પામી તે જ ગંગપુર નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મ લેશે. ત્યાં ધર્મ પામી સંયમની આરાધના કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને યથાવત્ પાલન કરી સિદ્ધિને પામશે. સર્વ કર્મોથી મુક્ત થશે.
| નિક્ષેપ- આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જાણવું.
વિવેચન :
(૧) સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યક્તિ પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ભયંકર કૃત્ય કરી બેસે છે. આ જ કારણે લોકમાં ત્રણ પ્રકારના અંધ કહ્યા છે- ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થોધ. આ ત્રણે ય અંધ દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન વગેરે તેના જ્વલંત ઉદાહરણ છે. ભોગાસક્ત દેવદત્તા સાસુની સેવા ન કરતાં મારી નાખે છે અને અનંત સંસાર વધારે છે.
(૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભકર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને 20 વર્ષ તો થઈ ચૂક્યા હતા, છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આક્રંદ કરતી મૃત્યુ પામી.