________________
| અધ્યયન-૯/દેવદત્તા
૧૨૯
નાં પાન
નવમું અધ્યયન ,
દેવદત્તા
અધ્યયન પ્રારંભ :| १ उक्खेवो णवमस्स । ભાવાર્થ : ઉલ્લેપ- નવમા અધ્યયનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु जंबू तेणं कालेणं तेणं समएणं रोहीडए णामं णयरे होत्था, रिद्धथमियसमिद्धे, वण्णओ । पुढविवडिसए उज्जाणे । धरणे जक्खे । वेसमणदत्ते राया । सिरीदेवी । पूसणंदी कुमारे जुवराया। ભાવાર્થ : હે જંબૂ! તે કાલે અને તે સમયે રોહીતક(રોહીડા) નામનું નગર હતું. તે ઋદ્ધિ સમૃદ્ધિથી યુક્ત હતું, વગેરે વર્ણન જાણવું. ત્યાં પૃથ્વીઅવતંસક નામનું એક ઉદ્યાન હતું, તેમાં ધરણ નામના યક્ષનું યક્ષાયતન હતું, ત્યાં વૈશ્રમણદત્ત નામના રાજાનું રાજ્ય હતું, તેની શ્રી નામની રાણી હતી, તેને યુવરાજ પદથી અલંકૃત પુષ્પનંદી નામનો કુમાર હતો. | ३ तत्थ णं रोहीडए णयरे दत्ते णामं गाहावई परिवसइ, अड्डे जाव अपरिभूए । कण्हसिरीभारिया तस्स णं दत्तस्स धूया कण्हसिरीए अत्तया देवदत्ता णामं दारिया होत्था । अहीणपडिपुण्ण पचिंदियसरीरा, वण्णओ । ભાવાર્થ : તે રોહતક નગરમાં દત્ત નામનો એક ગાથાપતિ રહેતો હતો, તે ધનાઢય યાવતું સન્માનનીય હતો. તેને કૃષ્ણશ્રી નામની પત્ની હતી. તે દત્ત ગાથાપતિની પુત્રી અને કૃષ્ણશ્રીની આત્મજા દેવદત્તા નામની એક બાલિકા હતી. તે સંપૂર્ણ તેમજ નિર્દોષ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત ઉત્તમ શરીરવાળી હતી, વગેરે વર્ણન જાણવું.
દેવદત્તા પરિચય :४ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पडिगया।
तेणं कालेणं तेणं समएणं जेटे अंतेवासी छटुक्खमणपारणगंसि तहेव जाव