________________
| અધ્યયન-પ/બૃહસ્પતિદત્ત.
[૮૫]
तए णं से महेसरदत्ते पुरोहिए अट्ठमी-चउद्दसीसु दुवे-दुवे माहणखत्तियवइस्स-सुद्ददारगे, चउण्ह मासाणं चत्तारि-चत्तारि, छण्ह मासाणं अट्ठ-अट्ठ, संवच्छरस्स सोलस-सोलस ।।
जाहे जाहे वि य णं जियसत्तू राया परबलेण अभिमुंजइ, ताहे ताहे वि य णं से महेसरदत्ते पुरोहिए अट्ठसयं माहणदारगाणं, अट्ठसयं खत्तियदारगाणं, अट्ठसय वइस्सदारगाण, अट्ठसय सुद्ददारगाणं पुरिसेहिं गिण्हावेइ, गिण्हावेत्ता जियसत्तुस्स रण्णो संतिहोमं करेइ । तए णं से परबले खिप्पामेव विद्धंसिज्जइ वा पडिसेहिज्जइ वा।
ભાવાર્થ : મહેશ્વરદત્ત પુરોહિત જિતશત્રુ રાજાના રાજ્ય અને બળ(સૈન્ય)ની વૃદ્ધિ માટે પ્રતિદિન એક એક બ્રાહ્મણ બાળક, એક એક ક્ષત્રિય બાળક, એક એક વૈશ્ય બાળક અને એક એક શુદ્ર બાળકને પકડાવીને, જીવતાં જ તેમનાં હૃદયોના માંસપિંડાને કાઢીને જિતશત્રુ રાજાના નિમિત્તે શાંતિહોમ કરતો હતો.
આ સિવાય તે પુરોહિત આઠમ અને ચૌદશના દિવસે બબ્બે બાળકોને, ચાર મહીને(ચાર માસ થતાં) ચાર બાળકોને, છ મહીને આઠ-આઠ બાળકોને અને વર્ષે સોળ-સોળ બાળકોનાં હૃદયના માંસપિંડોથી શાંતિ હોમ કરતો હતો. જ્યારે જ્યારે જિતશત્રુ રાજાનું કોઈ બીજા શત્રુ રાજા સાથે યુદ્ધ થતું, ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત ૧૦૮ બ્રાહ્મણ બાળકો, ૧૦૮ ક્ષત્રિય બાળકો, ૧૦૮ વૈશ્ય બાળકો અને ૧૦૮ શૂદ્ર બાળકોને પોતાના માણસો દ્વારા પકડાવીને તેમની જીવિતાવસ્થામાં જ હૃદયના માંસપિંડોને કઢાવીને જિતશત્રુ રાજાના વિજય નિમિત્તે શાંતિ હોમ કરતો હતો. તેના પ્રભાવથી જિતશત્રુ રાજા તરત જ શત્રુનો નાશ કરી દેતા કાં ભગાડી દેતા. પાપિષ્ઠ મહેશ્વરદત્ત પાંચમી નરકમાં - | ७ तए णं से महेसरदत्ते पुरोहिए एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहूं पावकम्मं समज्जिणित्ता तीसं वाससयं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा पंचमीए पुढवीए उक्कोसेणं सत्तरस सागरोवम ट्ठिइए णरगे उववण्णे । ભાવાર્થ : આવાં પ્રકારનાં દૂર કર્મોનું અનુષ્ઠાન કરનાર,જૂર કર્મોમાં પ્રધાન, અનેક પ્રકારનાં પાપકર્મોનો સંગ્રહ કરીને ત્રણસો વર્ષનું આયુષ્ય ભોગવીને પાંચમી નરકભૂમિમાં ૧૭ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ નારકી રૂપે તે પુરોહિત ઉત્પન્ન થયો. બૃહસ્પતિદત્તનો વર્તમાન ભવ :|८ से णं तओ अणंतरं उवट्टित्ता इहेव कोसंबीए णयरीए सोमदत्तस्स पुरोहियस्स