________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી સૌ. દત્તાબેન ગિરીશભાઈ શાહ (હેમાણી)
શ્રીમતી વિજયા ને મુંજાલ ગિરીશ શાહ પુષ્પની સુવાસ, સમુદ્રની ગંભીરતા, આકાશની વિશાળતા, ચંદ્રની શીતળતા સદૈવ તેની સાથે જ રહે છે, તેમ પરદેશની - અમેરીકાની ભૂમિ પર વસવા છતાં માતુશ્રી લલિતાબેન અને પિતાશ્રી પોપટલાલભાઈ તથા માતશ્રી જયાબેન અને પિતાશ્રી મણીભાઈ જવેરી પ્રદત્ત સંસ્કારોને અકબંધ રાખી શ્રી ગિરીશભાઈ તથા સૌ. દત્તાબેને સ્વદ્રવ્યનો વ્યય કરી, મિલપિટાસનું જૈન ધર્મ સંકુલ ઊભુ કરવામાં તન-મન-ધનથી પુરુષાર્થને સફળ બનાવ્યો છે.
પૂ.ગુરુદેવશ્રીનમ્રમુનિ મ.સા. તથા પૂ. વીરમતિબાઈમ.ના સૂચનને કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના ગુરુપ્રાણ આગમ બત્રીસીના પુનઃ પ્રકાશનની મહતમ જવાબદારી સહર્ષ સ્વીકારી. શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના દર્શન કરાવ્યા છે. સૌ. દત્તાબેન પણ પરોક્ષ રૂપે- મૂકભાવે આ શાસ્ત્ર સેવામાં સહાયક બન્યા છે.
સુપુત્ર મુંજાલનો ઉછેર - અભ્યાસ અમેરીકામાં જ થયા છે. આગમભાષા કે કદાચ સુસ્પષ્ટ ગુજરાતી ભાષાથી પણ અજાણ હોવા છતાં દાદા-દાદી, માતા, પિતાની ધર્મભાવનાની ઊંડી છાપ હૃદયમાં અંકિત હોવાથી અને ડેડીની પુનઃ પ્રકાશન કાર્યની તમન્ના જોઈને સુપુત્ર મુંજાલ તથા પુત્રવધુ સૌ. વિજયાને આગમના મૃતધાર બનવાના ભાવ જાગૃત થયા. તેઓએ શ્રુતાધાર બની શ્રુતસેવામાં ટચલી આંગળીની ટેકો આપ્યો છે. આ સત્કાર્યમાં નાનાભાઈ શ્રીભાવીન-સૌ.તેજલ તથા બહેન સૌ.નિવિશામનીષ મહેતાની તથા કુમારઅવનીષ, અમીતજ, દેવ, અમન અને કુમારી સોફીયાની અનુમોદના રહી છે.
પવય પમાવેvi નીવે સામેસ મત્તા — નિવંશ -ઉત્તરાધ્યયન સૂત્ર. નિગ્રંથ પ્રવચનની પ્રભાવનાથી જીવ ભવિષ્યમાં જિનશાસનની પ્રાપ્તિ થાય તેવા કલ્યાણકારી શુભ કર્મોનો બંધ કરે છે. આ શ્રુત સેવા, શ્રત પ્રભાવનાના બળે તમોને જન્મોજન્મ જિન ધર્મ શ્રવણ પ્રાપ્ત થાય, દિલમાં ધર્મ સ્થાપિત થાય અને ભગવત્ સ્વરૂપની પ્રાપ્તિ થાય તેવા મંગલભાવ સાથે ધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM