________________
શ્રી વિપાક સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી મિત્ર યાવત્ પરિજનોથી ઘેરાયેલો તે ચોર સેનાપતિ અભગ્નસેન સ્નાનાદિથી નિવૃત્ત થઈ યાવત્ સમસ્ત અલંકારોથી અલંકૃત થઈ શાલાટવી ચોરપલ્લીથી નીકળીને જ્યાં મહાબલરાજા હતા ત્યાં આવ્યો, આવીને બે હાથ જોડી, મસ્તક પર અંજલિ કરીને મહાબળરાજાને "જયવિજય" શબ્દોથી વધામણી આપી અને મહાર્થ યાવત્ રાજાને યોગ્ય ભેટ અર્પણ કરી. ત્યાર પછી મહાબળ રાજાએ અભગ્નસેને આપેલી ભેટને સ્વીકારી, સત્કાર, સન્માનપૂર્વક પોતાની પાસેથી વિદાય કરીને તેને રહેવા માટે કૂટાકારશાળામાં સ્થાન આપ્યું. ચોર સેનાપતિ અભગ્નસેન મહાબળરાજા દ્વારા સત્કારપૂર્વક જુદા પડીને કૂટકાર શાળામાં આવ્યા.
१८
३० तए णं से महाबले राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीगच्छह ण तुब्भे देवाणुप्पिया ! विडलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेह, उवक्खडावेत्ता तं विउलं असणं- ४, सुरं च - ६, सुबहुं पुप्फवत्थ-गंध-मल्लालंकारं च अभग्गसेणस्स चोरसेणावइस्स कूडागारसालं उवणेह ।
तए णं से कोडुंबियपुरिसा करयल जाव उवर्णेति ।
तए णं से अभग्गसेणे चोरसेणावई बहूहिं मित्तणाइ जाव सद्धिं संपरिवुडे ण्हाए जाव सव्वालंकार विभूसिए तं विडलं असणं - ४ सुरं च - ६, जाव परिभुंजमाणे पत्ते विहरइ ।
ભાવાર્થ :- ત્યાર પછી મહાબળ રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું– તમે પુષ્કળ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધમાળા, અલંકાર અને સુરા આદિ મદિરાઓને તૈયાર કરાવી કૂટાકાર શાળામાં ચોર સેનાપતિ અભગ્નસેનની સેવામાં પહોંચાડો.
કૌટુંબિક પુરુષોએ હાથ જોડીને યાવત્ અંજલિ કરીને રાજાની આજ્ઞા સ્વીકારી અને તે પ્રમાણે વિપુલ અશનાદિક ત્યાં પહોંચાડી દીધાં.
ત્યાર બાદ ચોરસેનાપતિ અભગ્નસેન પોતાના ઘણા મિત્રો અને જ્ઞાતિજનો વગેરેની સાથે સ્નાનાદિથી નિવૃત્ત થઈ યાવત્ સમસ્ત અલંકારોથી અલંકૃત થઈને તે વિપુલ અશનાદિક તથા છ પ્રકારની મદિરા આદિનું સેવન કરતો પ્રમત્ત થઈને રહેવા લાગ્યો.
३१ तए णं से महाबले राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीगच्छह णं तुब्भे, देवाणुप्पिया ! पुरिमतालस्स णयरस्स दुवाराइं पिहेह, अभग्गसेणं चोरसेणावइं जीवग्गाहं गिण्हह, गिणिहत्ता ममं उवणेह ।
तणं ते कोडुंबियपुरिसा करयल जाव पडिसुर्णेति, पडिसुणेत्ता पुरिमतालस्स