________________
| ૬૬ |
શ્રી વિપાક સૂત્ર
जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! पुरिमताले णयरे महाबलस्स रण्णो उस्सुक्के जाव दसरत्तं पमोए उग्घोसिए । तं किं णं देवाणुप्पिया ! विउलं असणं जाव उदाहु सयमेव गच्छित्था ?
तए णं से अभग्गसेणे चोरसेणावई ते कोडुबियपुरिसे एवं वयासी- अहं णं देवाणुप्पिया! पुरिमतालणयरं सयमेव गच्छामि । ते कोडुबियपुरिसे सक्कारेइ सम्माणेइ पडिविसज्जेइ !
ભાવાર્થ :- ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ મહાબળ રાજાની આ આજ્ઞાને બે હાથ જોડી યાવત અંજલિ કરીને 'જી હા, સ્વામી" કહીને વિનયપૂર્વક સાંભળી. સાંભળીને પુરિમતાલ નગરથી નીકળ્યા. નાની નાની યાત્રાઓ કરતાં અને સુખાકારી વિશ્રામસ્થાનો પર પ્રાતઃકાલીન ભોજનો આદિ કરતાં જ્યાં શાલાટવી નામની ચોરપલ્લી હતી ત્યાં પહોંચ્યા. ત્યાં તેમણે અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડી મસ્તક પર દસ નખવાળી અંજલિ કરી આ પ્રમાણે નિવેદન કર્યું– હે દેવાનુપ્રિય! પુરિમતાલ નગરમાં મહાબળ રાજાએ ઉશૂલ્ક(મહેસૂલ માફ) યાવત્ દસ દિવસનો પ્રમોદ ઉત્સવ ઘોષિત કર્યો છે, તો શું આપને માટે અનાદિક યાવતુ અહીં લાવીએ અથવા આપ સ્વયં ત્યાં પધારો છો?
ત્યારે અગ્નિસેન ચોર સેનાપતિએ તે કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું- હે ભદ્ર પુરુષો! હું પોતે જ પ્રમોદ—ઉત્સવ માટે પુરિમતાલનગરમાં આવશે. ત્યાર પછી અગ્નિસેને ઉચિત સત્કાર સન્માન કરીને તેમને વિદાય કર્યા.
વિવેચન :
રીત :- શિષ્ય અર્થને સુચવનારો શબ્દ શિષ્યક છે, સેનાપતિનો ચોર પરિવાર વિનીત હોવાથી શિષ્ય તુલ્ય કહેલ છે. કેટલીક પ્રતોમાં સીસમના શબ્દ જોવા મળે છે. અર્થ જોતા સતીતના શબ્દ વધુ ઉચિત જણાય છે તેથી પ્રસ્તુત સંસ્કરણમાં સીસમ પાઠ ગ્રહણ કર્યો છે. તે ચોર સેનાપતિનાં આજ્ઞાકારી વિનય લોકોને ભેદનીતિથી વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન ચાલુ કર્યો. ફૂટ - પર્વતના શિખરને કૂટ કહેવામાં આવે છે. કૂટ જેવો આકાર હોય તે ભવનને કૂટશાળા કહે છે. દસ દિવસના પ્રમોદ મહોત્સવમાં થનારી વિશેષતાઓ :૩છુ - ૩Úવ ગાવ- ઉત્સલ્ક વગેરે પ્રમોદ મહોત્સવની બાર વિશેષતા અહીં જાવ – યાવતુ શબ્દથી સંક્ષિપ્તિકરણ કરેલી છે. યથા– ૩છુ = જે ઉત્સવમાં રાજકીય કર–મહેસૂલ લેવામાં ન આવે.
૩ce૨ઃ- જેમાં દુકાન માટે લીધેલી જમીનનું ભાડું અથવા ક્રય-વિજય માટે લાવેલ ગાય આદિ પશુઓનો