________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
૩૧
|
કરે છે કે જેમ સામાન્ય મનુષ્ય અને તિર્યંચ ઉપઘાતનું નિમિત પ્રાપ્ત થવાથી અકાળે મૃત્યુ પામે છે અર્થાત્ દીર્ઘકાળ સુધી ભોગવવા યોગ્ય આયુષ્યને અલ્પ સમયમાં, ભોગવીને સમાપ્ત કરે છે, તેમ નારકોમાં હોતું નથી. તેનું આયુષ્ય નિરુપક્રમી હોય છે. જેટલું આયુષ્ય બાંધ્યું હોય, તેટલું ભોગવવું જ પડે છે. તેમાં ફેરફાર થતો નથી.
નારકજીવ અનેકાનેક પલ્યોપમ અને સાગરોપમ સુધી નિરંતર ઉપરોક્ત વેદનાઓ ભોગવતા રહે છે. નારકોનું આયુષ્ય મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ દીર્ઘકાલનું હોય છે. તેના આયુષ્યની ગણતરી
રા થાય છે. પિલ્યોપમ અને સાગરોપમના વિસ્તૃત વિવેચન માટે જૂઓ અનુયોગદ્વાર સૂત્ર] નારકોનો કરુણ ચિત્કાર :२७ किं ते ? अवि भाव(ग) सामि भाय बप्प ताय जियवं ! मुय मे मरामि दुब्बलो वाहिपीलिओऽहं किं दाणिऽसि एवं दारुणो णिद्दय ? मा देहि मे पहारे, उस्सासेयं मुहुतं मे देहि, पसायं करेह, मा रुस वीसमामि, गेविज्ज मुयह मे मरामि गाढं तण्हाइओ अहं देहि पाणीयं । ભાવાર્થ - નારકીઓ કેવી રાડો પાડે છે?
હે મહાભાગ! હે સ્વામિનુ! હે ભાઈ ! અરે બાપ !(પિતાજી !), હે તાત ! હે વિજેતા! મને છોડી દો, હું મરી રહ્યો છું, હું દુર્બળ છું, વ્યાધિથી પીડિત છું. તમે અત્યારે કેમ ક્રૂર અને નિર્દય થઈ રહ્યા છો ! મારા ઉપર પ્રહાર ન કરો, થોડી વાર તો છોડો, શ્વાસ લેવા દ્યો! દયા કરો, રોષ ન કરો, હું જરાક વિશ્રામ કરી લઉં, મારું ગળુ છોડી દો, હું મરી રહ્યો છું, હું તરસથી પીડા પામું છું, થોડું પાણી આપો.
२८ हता पिय इमं जलं विमलं सीयलं त्ति घेतूण य णरयपाला तवियं तउयं से दिति कलसेण अंजलीसुदठूण यतं पवेवियगोवंगा असुपगलंतपप्पुयच्छा छिण्णा तण्हाइयम्ह कलुणाणि जपमाणा विप्पेक्खता दिसोदिसि अत्ताणा असरणा अणाहा अबंधवा बंधुविप्पहूणा विपलायंति य मिया इव वेगेण भयुव्विग्गा । ભાવાર્થ :- હા તમને તરસ લાગી છે ને! તો લો આ નિર્મળ અને શીતલ પાણી પીવો, આ પ્રમાણે કહી નરકપાલ અર્થાત્ પરમાધામી અસુર દેવો નારકોને પકડી તપ્ત સીસુ–સીસાનો રસ કળશમાં ભરીને તેની અંજલિમાં નાખે છે. તેને જોતાં જ તેના અંગોપાંગ ધ્રૂજવા લાગે છે, તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગે છે, અમારી તરસ શાંત થઈ ગઈ છે. આ પ્રમાણે કરુણાપૂર્વક વચન બોલતા, ભાગતા, તે બચવા માટે ચારે દિશાઓમાં જોવા લાગે છે, અંતે તે રક્ષણ રહિત, શરણરહિત, અનાથ, બંધુથી રહિત, સહાયક ભાઈઓથી વંચિત અને ભયથી ઉદ્વિગ્ન તે નારકીઓ હરણની જેમ વેગપૂર્વક ભાગ છે.