________________
૨૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
આદિની જેમ શેકે છે.
(૧૩) વૈતરણી :– તે યમપુરુષ માંસ, લોહી, રસી અને ઓગાળેલા તાંબા, સીસા આદિ અતિ ઉષ્ણ પદાર્થોથી ઉકળતી—બે કાંઠામાં વહેતી વૈતરણી નદીમાં નારકોને ફેંકી દે છે અને પરાણે તરાવે છે. (૧૪) ખરસ્વર :– તે વજ્રમય તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત, શાલ્મલી વૃક્ષ ઉપર ચડાવી કરુણ આક્રંદ કરતા નારકોને ચારેબાજુ ખેંચે છે.
(૧૫) મહાઘોષ :– તે ભયભીત થઈ અથવા અસહ્ય યાતનાથી બચવાની ઈચ્છાથી ભાગતા નારકી જીવોને વાડામાં બાંધી દે છે અને ભયાનક અવાજ કરીને તેને રોકે છે.
પરમાધામી દેવો ઉપરાંત પૂર્વભવના વૈરી નારકો પરસ્પર એકબીજાને ત્રાસ આપે છે. આવી ઘોરતમ વેદનાને અનુભવતા તે જીવોને કોઈ ત્રાણ કે શરણરૂપ નથી.
નારકોનું બીભત્સ શરીર :
२४ तत्थ य अंतोमुहुत्तलद्धिभवपच्चएणं णिवत्तंति उ ते सरीरं हुंड बीभच्छदरिसणिज्जं बीहणगं अट्ठि- ण्हारु - णह - रोम - वज्जियं असुभगं दुक्खविसहं ।
तओ य पज्जत्तिमुवगया इंदिएहिं पंचहिं वेएंति असुहाए वेयणाए ઉન્નત- વત વિવુડ ઘર-સ-યંડ-ઘોર-વીદળ વાહળાÇ ||
ભાવાર્થ :- તે પાપી જીવ નરકમાં ઉત્પન્ન થતાં જ અંતર્મુહૂર્તમાં(વૈક્રિય)ભવપ્રત્યયિક લબ્ધિથી પોતાના શરીરનું નિર્માણ કરી લે છે. તેનું શરીર હુંડસંસ્થાન–બેડોળ આકૃતિવાળું, જોવામાં બીભત્સ—ઘૃણિત, ભયાનક, અસ્થિઓ, નસો, નખો, અને રૂવાટાથી રહિત, અશુભ અને દુઃખોને સહન કરવામાં સક્ષમ હોય
છે.
શરીરનું નિર્માણ થઈ ગયા પછી અને પર્યાપ્તિઓથી પૂર્ણ થયા પછી, પાંચે ઈન્દ્રિયોથી અશુભ વેદનાનું વેદન કરે છે. તેની વેદના ઉજ્જવલ, બલવતી, વિપુલ, ઉત્કટ, કઠોર, પરુષ, પ્રચંડ, ઘોર, બીહામણી–ડરાવે તેવી અને દારુણ હોય છે.
વિવેચન :- નારકીની વેદના
વેદનાનો સામાન્ય અર્થ છે–વેદન કરવું, અનુભવ કરવો, તે પ્રાયઃ બે પ્રકારની હોય છે. શાતાવેદના અને અશાતાવેદના. અનુકૂળ, ઈષ્ટ અથવા સુખરૂપ વેદનાને શાતાવેદના કહેવાય છે અને પ્રતિકૂળ, અનિષ્ટ અથવા દુઃખરૂપ વેદનાને અશાતાવેદના કહેવાય છે. નારકજીવોને અશાતા વેદના જ હોય છે. તે અશાતા વેદનાનો પ્રકર્ષ પ્રગટ કરવાને માટે શાસ્ત્રકારે અનેક વિશેષણનો પ્રયોગ કરેલ છે. આ વિશેષણોમાં એકાર્થકતાનો આભાસ થાય છે. પરતું શબ્દમેવાવર્થ ભેવઃ અર્થાત્ શબ્દના ભેદથી અર્થમાં ભેદ થઈ જાય છે. આ નિયમ અનુસાર પ્રત્યેક શબ્દના અર્થમાં વિશેષતા–ભિન્નતા છે. જે આ પ્રકારે છે.