________________
[ ૧૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અંતે ડો. મહોદય કહે છે કે પ્રારંભમાં આદિ માનવ જંગલી પશુઓને મારીને પોતાનું પેટ ભરતો હતો. જેમ જેમ તેનામાં સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ તે માંસાહારથી દૂર થતો ગયો. પરંતુ આજે આપણે ભાગ્યનું ચક્ર વિપરીત દિશામાં ગતિ કરી રહ્યું છે. જેથી માંસાહાર વધી રહ્યો છે. આ આપણી પ્રગતિ નહીં પરંતુ અધોગતિ જ છે. આપણી પાશવી વૃત્તિનું પ્રગટીકરણ છે. વિવેક મનુષ્યોને હિંસક કાર્યો કરવા અનાચરણીય છે.
પાંચ સ્થાવર જીવોની હિંસા :१२ अण्णेहि य एवमाइएहिं बहूहि कारणसएहिं अबुहा इह हिंसंति तसे पाणे । इमेय-एगिदिए बहवे वराए तसे य अण्णे तयस्सिए चेव तणुसरीरे समारंभति । अत्ताणे, असरणे, अणाहे, अबंधवे, कम्मणिगडबद्धे, अकुसलपरिणाममंदबुद्धिजण दुविजाणए, पुढविमए, पुढविसंसिए, जलमए, जलगए, अणलाणिल-तणवणस्सइगणणिस्सिए य तम्मयतज्जिए चेव तयाहारे तप्परिणय-वण्ण-गंध-रसफासबोंदिरूवे अचक्खुसे चक्खुसे य तसकाइए असंखे । थावरकाए य सुहुमबायर-पत्तेय-सरीरणामसाहारणे अणंते हणंति अविजाणओ य परिजाणओ य जीवे इमेहिं विविहेहिं कारणेहिं ।
ભાવાર્થ :- હીન બુદ્ધિવાળા અજ્ઞાની, પાપીલોકો પૂર્વોક્ત તથા અન્ય અનેકાનેક પ્રયોજનોથી બે ઈન્દ્રિય વગેરે ત્રસ જીવોની ઘાત કરે છે તથા ઘણા એકેન્દ્રિય જીવોનો, બિચારા ત્રસ જીવોનો અને તેના આશ્રયે રહેલા અન્ય સૂક્ષ્મ શરીરી ત્રસ જીવોનો સમારંભ કરે છે. એ પ્રાણીઓ ત્રાણ રહિત છે. તેની પાસે પોતાની રક્ષાનું સાધન નથી તેથી અશરણ છે. તેને કોઈ આશ્રય દેનાર નથી તેથી તેઓ અનાથ છે. સહાયકના અભાવે અબાંધવ છે. બિચારા પોતાના કરેલા કર્મોની બેડીઓમાં જકડાયેલ છે. અંતઃકરણની વૃત્તિઓ અકુશળ અશુભ હોય છે. તે મંદ બુદ્ધિવાળા લોકો પૃથ્વીકાય તથા પૃથ્વીકાયને આશ્રયે રહેલ અન્ય સ્થાવર–ત્રસ જીવોને જાણતા નથી. તે જ રીતે તેમને પાણી તથા પાણી આશ્રિત જીવો, અગ્નિ, વાયુ, તૃણ, વનસ્પતિ જીવ તથા તદાશ્રિત જીવોનું પરિજ્ઞાન નથી. પૃથ્વી આદિના આશ્રયે રહેલ જીવો તે પૃથ્વી આદિમય હોય છે, તેનો જ આહાર કરે છે અને તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તન્મય હોય છે. તેમાંથી કોઈ પ્રાણીના શરીર ચક્ષુગ્રાહ્ય હોય છે, કોઈના શરીર ચક્ષુ ગ્રાહ્ય હોતા નથી એવા અસંખ્ય ત્રસકાયિક જીવોની તથા અનંત સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક શરીરી અને સાધારણ શરીરી, સ્થાવરકાય જીવોને જાણી જોઈને કે અજાણપણે ઉપરોક્ત વિવિધ કારણોથી હિંસા કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્થાવર પ્રાણીઓની દીનતા, અનાથતા, અશરણતા આદિ પ્રદર્શિત કરી સૂત્રકારે