________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
[ ૧૭ ]
પણ કહે છે. હ :- જેના બંને પાછળના ભાગમાં પાંખોની જેમ ચામડી હોય છે અને મસ્તક પર એક શિંગડું હોય છે. ઉરપરિસર્પ જીવ :
७ अयगर-गोणस-वराहि-मउलि-काओदर-दब्भपुप्फ-आसालियमहोरगोर-गविहाणाकए य एवमाई । ભાવાર્થ :- અજગર, ગોણસ-ફેણવગરનાસ" વિશેષ, વરાહી–દષ્ટિવિષ સર્પ જેના નેત્રોમાં વિષ રહે છે, મકલી ફેણવાળો સર્પ, કાકોદર–સામાન્ય સર્પ, દર્ભપુષ્પ એક પ્રકારનો દર્પીકર સર્પ, આસાલિક–સર્પ વિશેષ, મહોરગ–વિશાળ કાય સર્પ. આ સર્વ અને આ પ્રકારના અન્ય ઉરપરિસર્પ જીવોનો વધ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉરપરિસર્પ જીવોના કેટલાક નામોનો ઉલ્લેખ છે. ઉરપરિસર્પ–જે છાતીના ભાગનો આધાર લઈને ચાલે છે, તે બાર યોજન લાંબો હોય છે, તે સમૂર્છાિમ છે, તેનું આયુષ્ય માત્ર એક અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. જ્યારે કોઈ ચક્રવર્તી અથવા વાસુદેવનો વિનાશ થવાનો હોય, ત્યારે તેની સેનાના પડાવ નીચે અથવા કોઈ નગર આદિના વિનાશના સમયે અશાલિક નગરની નીચે ઉત્પન્ન થાય છે. અંતમુહૂર્તમાં મૃત્યુ પામતાં પૃથ્વીના તે ભાગમાં પોલાણ થઈ જાય છે અને ગામ કે નગર પોલાણમાં સમાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે.
મહોરગ સર્પ ઉત્કૃષ્ટ એક હજાર જોજન લાંબો હોય છે અને અઢી દ્વીપની બહાર હોય છે. પરંતુ જો તે અઢીદ્વીપની અંદર હોય તો જ મનુષ્ય તેનો વધ કરી શકે.માટે અહીં મધ્યમ અવગાહનાવાળા મહોરગ જીવ સમજવા જોઈએ, તે અઢીદ્વીપમાં થાય છે.
ભુજપરિસર્ષ :૮ કીરd-સાંવ-ભેદ-ભેસ્તા -શોધ-સંકુર--સર-શાહ-મુલ -खाडहिल-वाउप्पिय घिरोलिया सिरीसिवगणे य एवमाई । ભાવાર્થ :- (૧) ક્ષીરલ- એક વિશિષ્ટ જીવ જે ભુજાઓના સહારે ચાલે છે (૨) સરંબ (૩) શેળોજેના શરીર પર મોટા-મોટા કાળા સફેદ રંગના કાંટા હોય છે (૪) ચંદન ઘો (૫) ઘોયરો (૬) ઉંદર (૭) નોળિયો (2) કાકીડો-જે પોતાનો રંગ બદલવામાં સમર્થ હોય છે (૯) કાંટાથી ઢંકાયેલ એક વિશેષ જીવ (૧૦) ખિસકોલી (૧૧) છછુંદર (૧૨) વાયુપ્રિય જીવ વિશેષ અથવા વાતોત્પતિકા–લોકોને ગમે તેવુ જંતુ વિશેષ (૧૩) ગૃહ કોકીલા–ગરોળી ઈત્યાદિ અનેક પ્રકારના ભુજપરિસર્પ જીવોનો વધ કરે છે.