________________
|
૨
|
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અથવા અન્ય કાર્ય તથા શારીરિક વિવિધ પ્રવૃત્તિઓથી વાયુકાયની વિરાધના કરવામાં આવે છે. (૫) અનેક ઉપકરણ, શસ્ત્ર, મકાન એવં ભોજનસામગ્રી તથા ઔષધ, ભેષજ આદિને માટે વનસ્પતિના જીવોની વિરાધના કરવામાં આવે છે.
આ પ્રકારે સંસારના સર્વ પ્રાણી પોતાના જીવનની વિવિધ આવશ્યકતાઓને માટે અથવા વિષયોની પૂર્તિ માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે.
હિંસક જીવો :- હિતાહિતના વિવેકથી શૂન્ય અજ્ઞાની જીવો સ્વવશ અથવા પરવશપણે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહને વશીભૂત થઈ, હાસ્ય-વિનોદ હર્ષ, શોકને આધીન થઈ, તેમજ ધર્મલાભના ભ્રમથી ત્રસ, સ્થાવર જીવોની હિંસા કરે છે.
ધીવર, અનાર્ય, મ્લેચ્છ અને ક્ષુદ્ર પ્રાણી પંચેન્દ્રિય પ્રાણીઓની વાત કરે છે. અશુભ પરિણામલેશ્યાવાળા જીવ પણ સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્તા, અપર્યાપ્તા જીવોની હિંસા કરે છે. હિંસાનું પરિણામ :- વિવિધ પ્રકારે હિંસા કરવામાં સંલગ્ન જીવ હિંસક અવસ્થામાં જ મરે તો તેની દુર્ગતિ થાય છે. તે નરકગતિમાં અથવા તિર્યંચગતિ(પશુયોનિ)માં ઉત્પન્ન થાય છે. જ્યાં સંપૂર્ણ જીવન દુઃખમાં જ વ્યતીત કરે છે. ૧. નરકના દુઃખ :- નરકમાં નારકી રૂપે તે જીવ ક્ષેત્રવેદના, પરમાધામીકૃત વેદના અને પરસ્પરના વેરના કારણે અનેક પ્રકારના દુઃખ દીર્ઘકાલ પર્યત ભોગવે છે. ૨. તિર્યંચ યોનિ(પશુ જીવન)ના દુઃખ:- પાપી જીવ તિર્યંચ યોનિમાં પણ દુઃખોથી વ્યાપ્ત રહે છે. પ્રાણીઓમાં પરસ્પર જન્મજાત વૈરભાવ હોય છે. કૂતરા, બિલાડા, ઉંદર, બાજ આદિ જીવો અન્ય જીવના ભક્ષક બને છે. હિંસક માંસાહારી પ્રાણી તો અન્ય જીવોના ભક્ષણથી જ પોતાનું પોષણ કરે છે. કેટલાક જીવ ભૂખ-તરસ–વ્યાધિથી વેદનાનો અનુભવ કરે છે. સંક્ષેપમાં તેઓ પરવશતાનું મહાન દુઃખ અનુભવે છે.
કેટલાક જીવ માખી, મચ્છર, ભમરા, પતંગિયા આદિ ચૌરેન્દ્રિય યોનિમાં દુઃખ પામે છે. કેટલાક કીડી, મકોડા આદિ તેઈન્દ્રિય જીવ બનીને અજ્ઞાન દશામાં દુઃખ પામતાં જ રહે છે. આ જ પ્રમાણે લટ, ગિંડોલા, કૃમિ આદિ બેઈન્દ્રિય યોનિમાં જીવ દુઃખ પામે છે. પાંચ સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિઓની વિવિધ યોનિઓમાં જીવ બેભાન અવસ્થામાં દુઃખ ભોગવતા રહે છે. પાપકર્મથી ભારે બનેલા તે જીવો કદાચ મનુષ્ય ભવને પ્રાપ્ત કરે તોપણ આંધળા, લંગડા, કુબડા, મૂંગા, બહેરા આદિ રોગોથી વ્યાપ્ત, હીનાંગ, કમજોર, શક્તિહીન, બુદ્ધિહીન, ગરીબ, હીન, દીન થઈ દુઃખ ભોગવે છે.
આ પ્રમાણે હિંસક જીવ અનેક ભવપરંપરા પર્યત કગતિઓમાં ભ્રમણ કરીને દુઃખ ભોગવતા રહે છે.