________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી સુનિતાબાઈ મ.
ઉપલબ્ધ આગમ પરંપરાનો ઈતિહાસ :
આગમ- આ સમન્તાદ્ ગમ્યતે કૃતિ ઞામ: । જેના દ્વારા(સત્ય) જણાય તે આગમ.
વિશ્વના પ્રત્યેક સાધકો સત્યની શોધ માટે એકાંત સંયમ અને તપની આરાધના કરે છે. તેના વડે પોતાના આત્માની અનાદિકાલીન વૈષયિક મલિનતાઓ ઉત્પન્ન કરનાર રાગદ્વેષને દૂર કરે છે ત્યારે સ્વયંની જ શુદ્ધ દશાનો અનુભવ કરે છે. સંપૂર્ણ શુદ્ધ આત્મદશા
જ ત્રૈકાલિક સત્ય છે. શાશ્વત સત્યને પ્રાપ્ત થયેલી વ્યક્તિ જ અરિહંત પરમાત્મા છે. તે સાક્ષાત્ આગમ સ્વરૂપ છે. તે ઉપરાંત સત્યને પ્રાપ્ત કરવાનો તેઓનો ઉપદેશ પણ આગમ કહેવાય છે. પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત થયા પછી જ અરિહંત પરમાત્મા સર્વ ભાવોને જાણે છે. પરંતુ જેટલું જાણે તેટલું કહી શકતા નથી, કારણ કે ભાષા સીમિત છે અને આયુષ્ય અલ્પ છે. તેમજ તેઓ જેટલું કહે તેટલું શ્રોતાઓ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ વિશિષ્ટ અતિશય સંપન્ન ગણધરો તીર્થંકરની વાણીને સૂત્રબદ્ધ કરે છે. તેને પણ આગમ, સિદ્ધાંત અથવા શાસ્ત્ર કહે છે.
આ રીતે આગમ એટલે જિનેશ્વરનું પ્રવચન અથવા આગમ એટલે મોક્ષ માર્ગનું નિરૂપણ. આગમ એટલે અરિહંત પ્રભુની સાધનાનો અર્ક. આગમ એટલે આત્મવિદ્યા કે મોક્ષ વિધાનો મૂળ સ્રોત.
વર્તમાને આપણી સમક્ષ જે ઉપલબ્ધ છે તે અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરના પ્રરૂપિત આગમ ગ્રંથો છે. તીર્થંકરોને પૂર્ણતા પ્રગટ થયા પછી તેમની સહુ પ્રથમ દેશનામાં દીક્ષિત થનાર શિષ્યોમાંથી કેટલાક વિશિષ્ટ બુદ્ઘિના ધારક સુયોગ્ય જીવોને દ્વાદશાંગીના બાર અંગ સૂત્રોનું જ્ઞાન થઈ જાય છે. તેને ગણધર પદે સ્થાપિત કરાય છે. તે ગણધરો
30