________________
૨૪૮
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અત્યંત ગરમ કથીરથી, સીસાથી, કાળા લોઢાથી શરીરનું સિંચન કરવું, રેડવું; હડી બંધન–શરીરને (પગને) લાકડાના ખોડામાં નાંખવું, દોરડા અને બેડી વડે બાંધવું, હાથકડી પહેરાવવી, કુંભીમાં પકાવવું, અગ્નિથી બાળવું, લિંગ છેદન કરવું, બાંધીને ઉપરથી લટકાવવું, શૂળી પર ચઢાવવું, હાથીના પગ નીચે કચડાવવું, હાથ-પગ, કાન, નાક, હોઠ અથવા મસ્તકનો છેદ કરવો; જીભને બહાર ખેંચવી; અંડકોશ, આંખ, હૃદય, દાંત તોડવા અથવા ચાબુક દ્વારા પ્રહાર કરવો; એડી, ઘૂંટણ પર પથ્થરનો આઘાત પહોંચાડવો; મશીનમાં પીલવા, કરેંચની ફળી, અગ્નિ અને વિંછીના ડંખ, શિયાળામાં ઠંડો પવન અને ઉનાળામાં તડકો લાગવો, ડાંસ–મચ્છરોનો સ્પર્શ થવો, કુષ્ટ–દોષયુક્ત કષ્ટદાયક આસન; સ્વાધ્યાયભૂમિમાં તથા દુર્ગંધમય, કર્કશ, ભારે, ઠંડો, ગરમ અને રુક્ષ આદિ અનેક પ્રકારના સ્પર્શોમાં અને આ પ્રકારના અન્ય અમનોજ્ઞ સ્પર્શોમાં સાધુ રૂષ્ટ બને નહીં. તેની અવહેલના, નિંદા, ગહ, પ્રિંસના કરે નહીં, અશુભ સ્પર્શવાળા દ્રવ્યની કાપકુપ કરે નહી, નાશ કરે નહીં, પોતાના કે પારકા પર ઘૃણાવૃત્તિ ઉત્પન્ન કરે નહીં.
આ પ્રકારે સ્પર્શેન્દ્રિય સંવરની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા મનોજ્ઞ અને અમનોજ્ઞ, અનુકૂળ અને પ્રતિકૂળ સ્પર્શોની પ્રાપ્તિ થવા પર રાગદ્વેષ યુક્ત વૃત્તિનું સંવરણ કરનારા સાધુ મન, વચન અને કાયાથી ગુપ્ત । હોય છે. આ પ્રકારે સાધુ સંયતેન્દ્રિય બનીને ધર્મનું આચરણ કરે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે પાંચ ભાવનાનું પ્રતિપાદન કર્યું છે. પરિગ્રહ એટલે મૂર્છાભાવ. મૂર્છા કે આસક્તિના સ્થાન છે પાંચે ઈન્દ્રિયના વિષયો. તેથી પાંચ ભાવનાના રૂપમાં સૂત્રકારે પાંચે ઈન્દ્રિયનો સંયમ કે નિગ્રહ કરવાનું સૂચન કર્યું છે. ઈન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં જ્યારે સંયમ ભાવ જાગૃત થઈ જાય, તેમાં પ્રિય—અપ્રિય, ઈષ્ટ–અનિષ્ટનો ભાવ વિલય પામી જાય, ત્યાર પછી સાધકની પદાર્થો પ્રત્યેની આસક્તિ સહેજે છૂટી જાય છે. આસક્તિ દૂર થતાં તે પદાર્થોની સંગ્રહવૃત્તિ પણ પરિવર્તિત થાય છે.
આ રીતે શાસ્ત્રકારે બાહ્ય પરિગ્રહ વિરક્તિ માટે આવ્યંતર પરિગ્રહ મૂર્છા કે આસક્તિના ત્યાગની આવશ્યક્તા જણાવી છે તે પાંચ ભાવના આ પ્રમાણે છે.
(૧) શ્રોતેન્દ્રિય સંવર (૨) ચક્ષુરિન્દ્રિય સંવર (૩) ઘ્રાણેન્દ્રિય સંવર (૪) રસેન્દ્રિય સંવર (૫) સ્પર્શેન્દ્રિય સંવર.
પ્રત્યેક ઈન્દ્રિયના વિષય અનુભૂતિની દૃષ્ટિએ બે પ્રકાર છે– મનોજ્ઞ અને અમનોજ્ઞ. ઈન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરે છે. વિષય સામાન્યરૂપે એક જ છે, પરંતુ તેનું ગ્રહણ થતાં જ આત્માના પૂર્વ સંસ્કારો અને સંજ્ઞા તેમાં પ્રિય—અપ્રિયનો રંગ ભરી દે છે, જે વિષય જેને પ્રિય લાગે તેના માટે મનોજ્ઞ અને જે વિષય જેને અપ્રિય લાગે તેના માટે તે અમનોજ્ઞ બને છે. તેમજ એક જ વિષય પ્રત્યેક પરિસ્થિતિમાં પણ સમાન રૂપે પ્રતીત થતો નથી. જેમ કે ઉનાળામાં શીત સ્પર્શ મનોજ્ઞ લાગે અને તે જ શીત સ્પર્શ શિયાળામાં અમનોજ્ઞ લાગે છે. આ રીતે દરેક વિષયમાં સમજી લેવું જોઈએ. સામાન્ય જીવોને મનોજ્ઞ