________________
૨૪૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
कुहिय-पूइय-अमणुण्ण-विणट्ठप्पसूय-बहुदुब्भिगंधियाइं तित्त-कडुय-कसायअबिल-रस-लिंडणीरसाई, अण्णेसु य एवमाइएसु रसेसु अमणुण्ण-पावगेसु ण तेसु समणेण रूसियव्वं जाव चरेज्ज धम्म ।
ભાવાર્થ :- રસના-ઈન્દ્રિયથી મનોજ્ઞ અને સુંદર રસોનો સ્વાદ લઈને (તેમાં આસક્ત બને નહીં). એ રસ કયા અને કેવા છે? ઘી, તેલ, આદિમાં તળીને પકાવેલ ખાજા, આદિ પકવાન; વિવિધ પ્રકારના પાનક–દ્રાક્ષાપાન આદિ, ગોળ અથવા સાકરના બનાવેલ, તેલ અથવા ઘીથી બનેલા માલપૂવા આદિ; અનેક પ્રકારના ખારા-ખાટા આદિ રસયુક્ત પદાર્થ; નિષ્ઠાનક–બહુમૂલ્ય પદાર્થો દ્વારા તૈયાર કરેલું દ્રવ્ય, દાલિકામ્લ–ખાટીદાળ, ઓસામણ–રાયતા આદિ, દૂધ, દહીં, અઢાર પ્રકારના શાક યુક્ત પદાર્થ; આવા અનેક પ્રકારના મનોજ્ઞવર્ણ, ગંધ, રસ, અને સ્પર્શથી યુક્ત અનેક દ્રવ્યોથી બનેલ ભોજનમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ–લોભાવનાર રસોમાં સાધુ આસક્ત બને નહીં અથવા તેનું સ્મરણ તથા વિચાર પણ કરે નહીં.
તે ઉપરાંત રસેન્દ્રિયથી અમનોજ્ઞ રસોનો આસ્વાદ કરીને (રોષ કરે નહીં.) તે અમનોજ્ઞ રસ કયા છે? અરસ–હિંગ આદિના સંસ્કારથી રહિત હોવાના કારણે રસહીન: વિરસ–જૂના હોવાના કારણે વિગત રસ; ઠંડા,સૂકા, સ્નિગ્ધતા રહિત; નિર્વાહ માટે અયોગ્ય ભોજન-પાણી તથા રાત–વાસી; વ્યાપન્ન–રંગ બદલાઈ ગયેલ; બગડી ગયેલ, સડી ગયેલ–અપવિત્ર બની ગયેલા અમનોજ્ઞ અથવા અત્યંત વિકૃત બની જવાના કારણે જેમાંથી દુર્ગધ નીકળવા લાગે એવા, તિકત, કડવા, કસાયેલા, ખાટા, સ્વાદ રહિત જૂના નીરસ પદાર્થોમાં તથા આવા પ્રકારના બીજા અમનોજ્ઞ તથા અશુભ રસોમાં સાધુ રોષ ધારણ કરે નહીં થાવત્ જિતેન્દ્રિય બનીને ધર્મનું આચરણ કરે.
૫. : સ્પર્શેન્દ્રિય સંયમ :१६ पंचमगं- फासिदिएण फासिय फासाइं मणुण्णभद्दगाइं । किं ते ? दगमंडव-हार-सेयचंदण-सीयल-विमल-जल-विविहकुसुम-सत्थर-ओसीरमुत्तिय-मुणाल दोसिणा-पेहुणउक्खेवग-तालियंट-वीयणग जणियसुहसीयले य पवणे गिम्हकाले सुहफासाणि य बहूणि सयणाणि आसणाणि य पाउरणगुणे य सिसिरकाले अंगारपयावणा य आयवणिद्धमउयसीय उसिण-लहुआ य जे उउसुहफासा अगसुह-णिव्वुइगराए अण्णेसु य एवमाइएसु फासेसु मणुण्णभद्दगेसु ण तेसु समणेण सज्जियव्वं, ण रज्जियव्वं, ण गिज्झियव्वं, ण मुज्झियव्वं, ण विणिग्घायं आवज्जियव्वं, ण लुब्भियव्वं, ण अज्झोववजियव्वं, ण तुसियव्वं, ण हसियव्वं, ण सइं च मइं च तत्थ कुज्जा ।