________________
ર૩૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
ભાવાર્થ :- પાત્રધારી સુવિહિત સાધુની પાસે જે પાત્ર, માટીના ભાજન, ઉપધિ અને ઉપકરણ હોય છે; યથા–પાત્ર, પાત્રબંધન, પાત્રકેસરિકા, પાત્ર સ્થાપનિકા-પાત્ર રાખવાનું વસ્ત્ર, ત્રણ પટલ, રજસ્ત્રાણ, ગોચ્છક, ત્રણ પછેડી, રજોહરણ, ચોલપટ્ટક, મુખાન્તક-મુખવસ્ત્રિકા; આ સર્વ ઉપકરણ સંયમની વૃદ્ધિ માટે હોય છે. વાત-પ્રતિકૂળ વાયુ, તાપ–ગરમી, ડાંસ, મચ્છર અને ઠંડીથી રક્ષણ માટે આ સર્વ ઉપકરણોને રાગદ્વેષથી રહિત થઈને સાધુએ ધારણ કરવા જોઈએ અથવા રાખવા જોઈએ. હંમેશાં તેનું પ્રતિલેખન કરવું જોઈએ, પ્રસ્ફોટન–યતના પૂર્વક ઝાટકવાની ક્રિયા સહિત પ્રમાર્જન કરવું જોઈએ. દિવસ તથા રાત્રિમાં સતત અપ્રમત રહીને પાત્ર, ઉપધિ અને ઉપકરણોને મૂકવા અને લેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પકિદ ધારિસ આ વિશેષણ પદથી સ્પષ્ટ કર્યું છે કે વિશિષ્ટ જિનકલ્પી સાધુઓ માટે નહીં પરંતુ પાત્રધારી વિકલ્પી સાધુઓ માટે સંયમોપયોગી ઉપકરણો જરૂરી છે. તે ઉપકરણનો નામોલ્લેખ છે. આ ઉપકરણો સંયમભાવની વૃદ્ધિ માટે જ હોય છે, કોઈ પણ પ્રકારના મમત્વ ભાવથી રાખવા કલ્પતા નથી. સૂત્રોક્ત ઉપકરણોની સ્પષ્ટતા આ પ્રમાણે છે
પાત્ર-આહાર આદિ માટે લાકડાના, માટીના અથવા તુંબડીના પાત્ર. પાત્રબંધન-પાત્રાને બાંધવાનું વસ્ત્ર-ઝોળી.પાત્રકેસરિકા-પાત્રાને લૂછવાનું વસ્ત્ર.પાત્રસ્થાપન–જેના ઉપર પાત્રા રાખવામાં આવે. પટલ-પાત્રા વીંટવાનાં ત્રણ વસ્ત્ર. રજસ્ત્રાણ- પાત્રા ઢાંકવા માટેનું વસ્ત્ર. ગોચ્છક- પાત્રા આદિને પોંજવા માટેની પોંજણી. પ્રાદ-ઓઢવાના વસ્ત્રો-પછેડી(ત્રણ). રજોહરણ–ઓઘો, ચોલપહક-કમ્મર ઉપર પહેરવાનું વસ્ત્ર. મુખાનન્તક-મુહપતિ.
આ ઉપકરણોનો ઉપયોગ જો મૂર્છાભાવથી થાય તો સાધુનું અપરિગ્રહ મહાવ્રત દૂષિત થાય છે. કહ્યું છે કે
जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तंपि संजम-लज्जट्ठा, धारंति परिहरंति य । ण सो परिग्गहो वुत्तो, णायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इअ वुत्तं महेसिणा ॥
અર્થ :- મુનિ જે કોઈ વસ્ત્ર,પાત્ર, કંબલ, પાદપ્રૉપ્શન વગેરે ઉપકરણ રાખે છે, તે માત્ર સંયમ ભાવની વૃદ્ધિ માટે કે લજ્જાના નિવારણ માટે જ રાખે છે. ભગવાન મહાવીરે આ ઉપકરણોને પરિગ્રહ કહ્યા નથી. કારણ કે મૂચ્છ–મમતાભાવ પરિગ્રહ છે, મહર્ષિ પ્રભુ મહાવીરનું આ કથન છે.
આ આગમ કથનથી સ્પષ્ટ થાય છે કે પ્રાપ્ત થયેલ ઉપકરણો પ્રત્યે જો મમત્વભાવ ઉત્પન્ન થાય