________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. ખરેખર પ્રશ્નવ્યાકરણ સૂત્ર અદ્ભુત શાસ્ત્ર છે. દશમા અંગ તરીકે શાસ્ત્રકારોએ તેને સ્થાન આપ્યું છે તે પણ યથોચિત છે. નવ અંગનું અધ્યયન થયા પછી જ પ્રશ્નવ્યાકરણ જેવું ગહન શાસ્ત્ર અધ્યયન કરતા તે સારી રીતે સમજી શકાય તેમ છે. ખરું પૂછો તો ભાવની દષ્ટિએ પ્રશ્નવ્યાકરણ જેટલું સરળ છે તેટલું જ શબ્દની દષ્ટિએ કે સાહિત્યની દષ્ટિએ કઠણ છે. વીસ-વીસ કે પચ્ચીસ પચ્ચીસ લાઈનના લચ્છાદાર, સાહિત્ય ભાવોથી પરિપૂર્ણ અને સમાસયુક્ત તેમના વાક્યો કાદંબરીની યાદ દેવડાવે
આખું શાસ્ત્ર અખ્ખલિત પ્રવાહ રૂપે નિરૂપાયું છે અર્થાત્ પ્રશ્નવ્યાકરણનું નિરૂપણ શાંત પ્રવાહ વહેતી સરિતા જેવું છે. જેમ બિલોરી કાચ જેવું સ્વચ્છ નિર્મળ જળ હોય તો તેમાં બધા પ્રતિબિંબો દેખાય છે અને પાણીમાં પડેલા પદાર્થો પણ સ્વચ્છ જોઈ શકાય છે તેમ પ્રશ્નવ્યાકરણ રૂપી નિર્મળ જળમાં આ શાસ્ત્રના મુખ્ય ઉદ્દેશ, આશ્રવ અને સંવર, એ બંને ભાવોના સૂમ કણકણ નજરે જોઈ શકાય છે. પાઠકને દષ્ટિ હોવી જોઈએ. ખરેખર આખું જૈન વાડમય જ અદ્ભુત છે અને તેમાંય શ્વેતાંબર જૈન શાસ્ત્રોની નિરૂપણ શૈલી જ અનોખી છે. માગધી ભાષામાં છટાદાર શબ્દોમાં જરા પણ ડગમગ્યા વગરના નિશ્ચિત રૂપે, જેમ કોઈ કલાકાર આરસના પથ્થરમાં કોતરણી કરે અને પોતે મનમાં ધારેલું દિવ્ય રૂપે પ્રગટ કરે, તેમ જૈન શાસ્ત્રકારોએ જાણે કે સોના ઉપર એક પ્રકારની કોતરણી કરીને સ્પષ્ટ ભાવો ઉપજાવ્યા છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્ર એક એવું શાસ્ત્ર છે કે તેમાં જે ભાવોને પ્રગટ કર્યા છે તે ભાવોને લગતા બધા પર્યાયવાચી શબ્દો વિશાળ સંખ્યામાં મૂકીને તે સંબંધી સમગ્ર ભાવોને આવરી લેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. આપણે ત્યાં કહેવત છે કે "પાંથીએ પાંથીએ તેલ નાંખ્યું છે." પરંતુ આ શાસ્ત્રો વાંચતા તો લાગે છે કે એક–એક વાળને સૂક્ષ્મ રીતે સજાવીને મૂક્યો છે. વ્યાવહારિક ભાવોને આધ્યાત્મિક ભાવો સાથે આવરી લેવાની અદ્ભુત કળા શાસ્ત્રોમાં સમાવિષ્ટ કરેલી છે.
૪
21
0