________________
[ ૨૦૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
अत्तहियं पेच्चाभावियं आगमेसिभदं सुद्धं णेयाउयं अकुडिलं अणुत्तरं सव्वदुक्ख- पावाणं विउसमणं । ભાવાર્થ :- આ ત્યાજ્ય વ્યવહારોના ત્યાગની સાથે સૂત્રોક્ત તપ, નિયમ, શીલ યુક્ત વ્યાપારોથી અંતરાત્માને ભાવિત કરવો જોઈએ. તે વ્યાપાર ક્યા છે? સ્નાન ન કરવું, દાંત ન ધોવા, સ્વેદ(પસીનો) ધારણ કરવો. શરીર પર જામેલા મેલ તથા તેનાથી ભિન્ન થયેલ મેલને ધારણ કરવો. મૌનવ્રત ધારણ કરવું. કેશનું લંચન કરવું, ક્ષમા, ઈન્દ્રિય નિગ્રહ, અચલકત્વ-વસ્ત્ર રહિત થવું અથવા અલ્પ વસ્ત્ર ધારણ કરવા. ભૂખ તરસ સહન કરવી, લાઘવતા–અલ્પ ઉપધિ રાખવી, ઠંડી ગરમી સહન કરવી, કાષ્ટ શય્યા, ભૂમિ નિષધા અર્થાતુ જમીન પર આસન, અન્યના ઘરમાં પ્રવેશ-શય્યા, ભિક્ષા આદિ માટે ગૃહસ્થના ઘરમાં જવું અને મળે અથવા ન મળે તેમાં સમભાવ રાખવો. માન, અપમાન, નિંદા, ડાંસ, મચ્છરનો પરીષહ સહન કરવો. નિયમ અથવા દ્રવ્યાદિ સંબંધી અભિગ્રહ ધારણ કરવો, તપ તથા મૂલગુણ અને વિનયાદિથી અંતઃકરણને ભાવિત કરવું જોઈએ. જેનાથી બ્રહ્મચર્યવ્રત અત્યંત સ્થિર અથવા દઢ થાય છે.
અબ્રહ્મ નિવૃત્તિ(બ્રહ્મચર્યવ્રતની રક્ષા માટે ભગવાન મહાવીરે આ પ્રવચન કહ્યું છે. આ પ્રવચન આત્માના હિતને માટે છે, પરલોકમાં સુફળ પ્રદાયક છે, ભવિષ્યમાં કલ્યાણનું કારણ છે, શુદ્ધ છે, ન્યાય યુક્ત છે, કુટિલતાથી રહિત છે, અનુત્તર સર્વોત્તમ છે, સર્વ દુઃખ અને પાપનું ઉપશામક છે.
વિવેચન :
પ્રસ્તુત બે સત્રમાં ક્રમશઃ બ્રહ્મચર્યના બાધક અને સાધક નિયમોનું કથન છે. અનાદિ કાલના મોહનીય કર્મના દઢતમ સંસ્કારના કારણે કામવાસના એટલી પ્રબળ છે કે સાધક આંશિક પણ અસાવધાન બની જાય તો તેનો ઉદય થઈ જાય છે અને વર્ષોની પ્રયત્ન પૂર્વકની સાધના નિષ્ણાણ બની જાય છે. તેથી સાધકે પાંચે ઈન્દ્રિયમાંથી કોઈ પણ ઈન્દ્રિયના વિષયને પોષણ મળે, જે પ્રવૃત્તિથી કામરાગનું બીજ અંકુરિત થવાની શક્યતા હોય તેવી પ્રવૃત્તિ મનથી પણ ન કરવી જોઈએ. સૂત્રમાં તે પ્રવૃત્તિઓનો વિસ્તૃત ઉલ્લેખ છે. સાધકે શારીરિક વાસનાજન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી પોતાના અંતિમ લક્ષ્ય પર જ મનને કેન્દ્રિત કરવું જોઈએ.
તેથી બ્રહ્મચર્યના પૂર્ણ આરાધકોએ શાસ્ત્રોક્ત સર્વ વિધિનિષેધોનું અંતઃકરણથી, આત્મ શોધનના ઉદ્દેશ્યથી પાલન કરવું જોઈએ. આ પ્રકારના આચરણથી જ તેના મહાવ્રત સુરક્ષિત રહે છે. સુરક્ષિત બ્રહ્મચર્યના અલૌકિક તેજથી સાધકની સમગ્ર સાધના તેજોમય બની જાય છે, તેની અદ્ભુત આંતરિક શક્તિઓ પ્રગટ થાય છે; આત્મા તેજનો પુંજ બની જાય છે અને બ્રહ્મચારી સાધકના ચરણોમાં મસ્તક સુરેન્દ્ર-અસુરેન્દ્ર અને નાગેન્દ્ર નમાવે છે. બ્રહાચર્ચ મહાવ્રતની પાંચ ભાવના : ૧. વિવિક્ત શયનાસન :६ तस्स इमा पंच भावणाओ चउत्थवयस्स हाँति अबंभचेरविरमण