________________
શ્રુતસ્કંધ-૨/અધ્યયન-૪
_
| ૨૦૧ |
અને અવ્યાબાધ સુખદેનાર તથા પુનર્ભવથી રહિત બનાવનાર છે. તે પ્રશસ્ત–ઉત્તમગુણોયુક્ત, સૌમ્ય-શુભ અથવા સુખરૂપ છે. તે શિવ–સર્વપ્રકારના ઉપદ્રવોથી રહિત, અચળ અને અક્ષય પદને દેનાર છે. તે ઉત્તમ મુનિઓ દ્વારા સુરક્ષિત છે, સમ્યક પ્રકારે આચરિત છે અને ઉપદિષ્ટ છે. શ્રેષ્ઠ મુનીઓ-મહાપુરુષો તેમજ જે શૂરવીર, ધાર્મિક અને વૈર્યશાળી છે, તે હંમેશાં અર્થાત્ કુમાર આદિ અવસ્થાઓમાં પણ વિશુદ્ધરૂપે તેનું પાલન કરે છે, તે કલ્યાણનું કારણ છે. ભવ્યજનો દ્વારા તેનું આરાધન-પાલન કરવામાં આવેલ છે. તે શંકા રહિત છે અર્થાત્ બ્રહ્મચારી પુરુષ વિષયો પ્રતિ નિઃસ્પૃહ હોવાથી, લોકો તેના માટે શંકાશીલ રહેતા નથી. અશંકનીય હોવાથી બ્રહ્મચારી નિર્ભય રહે છે. તેને કોઈનો ભય હોતો નથી. આ વ્રત નિસ્સારતાથી રહિત શુદ્ધ ચોખાની સમાન છે. તે ખેદથી રહિત અને રાગ આદિના લેપથી રહિત છે, ચિત્તની શાંતિનું સ્થળ છે અને નિશ્ચિતરૂપે અવિચળ છે. તે તપ અને સંયમનો મૂળાધાર–પાયો છે. પાંચ મહાવ્રતોમાં વિશેષરૂપે સુરક્ષિત, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત(રક્ષિત) છે. તેની રક્ષા માટે ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કપાટ તથા અધ્યાત્મ-સદ્ભાવનામય ચિત્ત જ (ધ્યાન-કપાટને દઢ કરવાને માટે) લાગેલી અર્ગલા-આગળિયા છે. આ વ્રત દુર્ગતિના માર્ગને રોકનાર અને સદ્ગતિના માર્ગને પ્રદર્શિત કરનાર છે. તે બ્રહ્મચર્ય લોકમાં ઉત્તમ છે.
આ વ્રત કમળોથી સુશોભિત તળાવ (કુદરતી બનેલું તળાવ)અને તડાગ (પુરુષો દ્વારા બનાવેલ)ની સમાન(મનોહર) છે, ધર્મની પાળી સમાન છે અર્થાત્ ધર્મની રક્ષા કરનાર છે, પૈડાની નાભિ સમાન છે. બ્રહ્મચર્યના સહારે જ ક્ષમા આદિ ધર્મ ટકી રહે છે. તે વિશાળ વૃક્ષના થડની સમાન છે. જેમ વિશાળ વૃક્ષની શાખા, પ્રશાખાઓ, કૂંપળો, પાંદડા, પુષ્પ, ફળ આદિનો આધાર થડ હોય છે તેમ સમસ્ત પ્રકારના ધર્મનો આધાર બ્રહ્મચર્ય છે. તે મહાનગરના પ્રકારના–પરકોટાના કપાટના આગળિયા સમાન છે. તે દોરીથી બાંધેલ ઈન્દ્રધ્વજની સમાન છે, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. તેના ભંગથી તરત જ સર્વ વિનય, શીલ, તપ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની જેમ સંભગ્ન થઈ જાય છે; દહીંની જેમ મથિત થઈ જાય છે; લોટની જેમ ચૂર્ણ થઈ જાય છે; કાંટા લાગેલ શરીરની જેમ શલ્ય મુક્ત થઈ જાય છે; પર્વતથી પડેલી શિલાની જેમ ખંડિત અથવા ચીરેલી કે તોડેલી લાકડીની જેમ ખંડિત થઈ જાય છે તથા વિખરાયેલા લાકડાની સમાન વિનષ્ટ થઈ જાય છે, તે બ્રહ્મચર્ય ભગવાન છે. વિવેચન
બ્રહ્મચર્યવ્રતને ધારણ અને પાલન કરવાથી જ અદત્તાદાન વેરમણ વ્રતનું સભ્યપ્રકારે પરિપાલન થઈ શકે છે. માટે અદત્તાદાન વિરમણ પછી બ્રહ્મચર્ય વ્રતનું નિરૂપણ કર્યું છે. ચોથા સંવર દ્વાર–બ્રહ્મચર્યના પ્રારંભમાં જ શાસ્ત્રકારે બ્રહ્મચર્યનો અચિંત્ય મહિમા પ્રગટ કરીને સર્વ સાધકોને બ્રહ્મચર્યના પાલન માટે પ્રેરિત કર્યા છે. બ્રહ્મચર્યનો મહિમા :- બ્રહ્મચર્ય એટલે બ્રહ્મસ્વરૂપ આત્મામાં જ રમણતા કરવી. આત્મસ્વરૂપમાં રમણતા થતાં જ સર્વ આશ્રવ દ્વારોનો(કર્મબંધનો) નિરોધ થઈ જાય તે સહજ છે. તેથી જ બહ્મચર્યને સાધનાના પ્રત્યેક અંગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, નિયમ, સંયમ આદિનું મૂળ કહ્યું છે. બ્રહ્મચર્યના પાલન વિના