________________
૧૯૪ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
પવનવાળું બનાવવા માટે ઉત્સુક ન થાય, આ પ્રમાણે કરવાની અભિલાષા પણ ન કરે. ડાંસ-મચ્છર આદિના વિષયમાં ક્ષુબ્ધ ન થાય અને તેને દૂર કરવા માટે ધુમાડો આદિ ન કરે. આ પ્રકારે સંયમની બહુલતા, સંવરની બહુલતા, કષાય તેમજ ઈન્દ્રિયોના નિગ્રહની બહુલતા, સમાધિની બહુલતાવાળા ધૈર્યવાન મુનિ કાયાથી આ વ્રતનું પાલન કરતા નિરંતર આત્મધ્યાનમાં નિરત રહીને, સમિતિ યુક્ત રહીને અને એકાકી રાગદ્વેષથી રહિત થઈ ધર્મનું પાલન કરે.
આ રીતે શય્યા સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કારણભૂત પાપકર્મ કરવા કરાવવાથી વિરત હોય છે, દત્ત અને અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે.
૪. અનુજ્ઞાત ભક્ત :| ९ चउत्थं- साहारण पिंडपायलाभे सति भोत्तव्वं संजएणं समियं ण । सायसूपाहियं, ण खद्धं, ण वेगिय, ण तुरिय, ण चवलं, ण साहस, ण य परस्स पीलाकरसावज्ज तह भोत्तव्वं जह से तइयवयं ण सीयइ । साहारणपिंडपायलाभे सुहुमं अदिण्णादाणवयणियमविरमणं ।।
एवं साहारणपिंडपायलाभे समिइजोगेण भाविओ भवइ अंतरप्पा णिच्चं अहिगरण-करण-कारावण-पावकम्मविरए दत्तमणुण्णाय उग्गहरुई । ભાવાર્થ :- ચોથી ભાવના અનુજ્ઞાત ભક્ત આદિ છે. સર્વ સાધુઓને માટે સાધારણ સપ્રમાણિત આહાર–પાણી આદિ મળવા પર સાધુ સમ્યફ પ્રકારે, યતના પૂર્વક શાક અને સુપની અધિકતાવાળું ભોજન-સરસ–સ્વાદિષ્ટ ભોજન અધિક(કે શીઘ્રતા પૂર્વક) ન વાપરે. તેથી અન્ય સાધુઓને અપ્રીતિ ઉત્પન્ન થાય અને તે ભોજન અદત્ત થઈ જાય છે. વેગપૂર્વક કવલ-કોળિયા ગળે ન ઉતારે, જલ્દી જલ્દી તરાપૂર્વક, ચંચળતા પૂર્વક ન વાપરે અને વિચાર્યા વગર પણ ન વાપરે.
જે બીજાને દુઃખકારક હોય તે રીતે અને દોષયુક્ત આહાર ન વાપરે. સાધુએ ત્રીજા વ્રતમાં બાધા ન આવે એ રીતે ભોજન કરવું જોઈએ, સાધારણ–સમ્મિલિત આહાર પાણી સમ્યક પ્રકારે વાપરે તે અદત્તાદાન વિરમણવ્રતની સૂક્ષ્મ રક્ષા કરવા માટેનો નિયમ છે.
આ પ્રકારે સમ્મિલત ભોજનના લાભમાં સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કારણભૂત પાપકર્મ કરવા, કરાવવાથી વિરત હોય છે, દત્ત અને અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે.
૫. સાધર્મિક વિનય :१० पंचमगं- साहम्मिए विणओ पउंजियव्वो, उवगरणपारणासु विणओ