________________
૧૯૦ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
વૃદ્ધ અને મા ખમણના તપસ્વી સાધુની, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાયની, નવદિક્ષિત સાધુની તથા સાધર્મિક-લિંગ અને પ્રવચનથી સમાનધર્મી સાધુની, તપસ્વી, કુલ, ગણ, સંઘની ચિત્તની પ્રસન્નતા માટે અને નિર્જરાને માટે સેવા કરનાર હોય. જે અનિશ્ચિત અર્થાત્ યશકીર્તિ આદિની કામના વિના દસ પ્રકારની વૈયાવચ્ચ, અન્ન–પાણી આદિ અનેક પ્રકારથી કરે છે.
જે અપ્રીતિકારક ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતા નથી અને તે અપ્રીતિકારક ગૃહસ્થના ઘરના આહાર–પાણી ગ્રહણ કરતા નથી. જે અપ્રીતિકારકને ત્યાંથી પીઠ, ફલક, શય્યા, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, આસન, ચોલપટ્ટક, મુહપતિ અને પાદપ્રીંછન પણ લેતા નથી. તે બીજાની નિંદા(પર પરિવાદ) કરતા નથી અને બીજાના દોષને ગ્રહણ કરતા નથી. જે બીજાના નામે(પોતાના માટે) કાંઈપણ ગ્રહણ કરતા નથી અને કોઈને દાનાદિ ધર્મથી વિમુખ કરતા નથી. તે બીજાના દાન આદિ સારા કૃત્યનો અથવા ધર્માચરણનો અપલાપ કરતા નથી. જે દાનાદિ દઈને અને વૈયાવચ્ચ આદિ કરીને પશ્ચાત્તાપ કરતા નથી એવા આચાર્ય ઉપાધ્યાય આદિને માટે સંવિભાગ કરનાર, સારી રીતે ગ્રહણ કરવામાં અને અન્યનો ઉપકાર કરવામાં કુશળ સાધક જ અસ્તેય વ્રતના આરાધક થઈ શકે છે.
વિવેચન :
અસ્તેયવ્રતના આરાધકમાં કઈ-કઈ યોગ્યતા હોય તેનું કથન સૂત્રકારે કર્યું છે, જે મૂળપાઠથી સ્પષ્ટ છે. તેમાં વૈયાવચ્ચ(સેવા)ના દસ ભેદ કહ્યા છે. તે આ પ્રકારે છે.
वेयावच्चं वावडभावो इह धम्मसाहणनिमित्तं । अन्नाइयाण विहिणा, संपायणमेस भावत्थो ॥ आयरिय-उवण्झाए थेर-तपस्वी-गिलाण-सेहाणं ।
સાઈમ્બિય-ત-ન-સંપ-સાથે તમદ શાયä અર્થ - ધર્મની સાધનાને લક્ષે આચાર્ય આદિને માટે વિધિપૂર્વક અન્નાદિ ઉપયોગી વસ્તુઓ સંપાદન કરવી તે વૈયાવચ્ચ કહેવાય છે.
વૈયાવચ્ચ કરવા યોગ્ય પાત્ર દસ છે (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) ગ્લાન (૬) શૈક્ષ (૭) સાધર્મિક (૮) કુલ (૯) ગણ (૧૦) સંઘ સાધુએ આ દસની સેવા કરવી જોઈએ. માટે વૈયાવચ્ચના પણ દસ પ્રકાર છે.
(૧) આચાર્ય સંઘના નાયક, પાંચ આચારનું પાલન કરનાર, કરાવનાર. (૨) ઉપાધ્યાય- વિશિષ્ટ શ્રુત સંપન્ન, જ્ઞાનના ધારક અને સાધુઓને સૂત્ર ભણાવનાર. (૩) સ્થવિર– શ્રુત, વય અથવા દીક્ષાની અપેક્ષાએ વૃદ્ધ સાધુ. શ્રુતસ્થવિર–ઠાણાંગ, સમવાયાંગ આદિ આગમોના વિશેષ જાણકાર, વયસ્થવિર–$0 વર્ષથી અધિક ઉંમરવાળા અને દીક્ષાર્થીવિર–ઓછામાં ઓછી ૨૦ વર્ષની દીક્ષાપર્યાયવાળા. (૪) તપસ્વી