________________
૧૮૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
છે); જે ભાવચોર છે(બીજાના જ્ઞાનાદિ ગુણોના આધારે પોતે પોતાની જાતને જ્ઞાનીના રૂપમાં પ્રગટ કરે છે); જે શબ્દકર છે–રાત્રે ઉચ્ચ સ્વરથી સ્વાધ્યાય કરે છે અથવા ગૃહસ્થો જેવી ભાષા બોલે છે; જે ગચ્છમાં ભેદ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરે છે; જે ક્લેશકારી, વેરકારી અને અસમાધિકારી છે; જે શાસ્ત્રોક્ત પ્રમાણથી હંમેશાં અધિક ભોજન કરે છે, જે હંમેશાં બીજાની સાથે વૈર રાખે છે; સદા ક્રોધ કરતા રહે છે; એવા પુરુષ આ અસ્તેય વ્રતના આરાધક બનતા નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અસ્તેય વ્રતની આરાધનાની વિધિ વિસ્તાર પૂર્વક સમજાવી છે. અસ્તેય વ્રતના આરાધકે કોઈપણ વસ્તુ તે મૂલ્યવાન હોય કે મૂલ્યહીન હોય, થોડી હોય કે વધારે હોય, ધૂળ કે પથ્થર જેવી તુચ્છ વસ્તુ હોય, તેમ છતાં જેમાં આદાન પ્રદાનનો વ્યવહાર થતો હોય તે વસ્તુ આપ્યા વગરની ગ્રહણ કરવી ન જોઈએ.
શાસ્ત્રમાં અનુજ્ઞા દેનાર પાંચ કહ્યા છે– (૧) દેવેન્દ્ર (૨) રાજા (૩) ગૃહપતિ-ગૃહસ્થ (૪) શય્યાદાતા (૫) સાધર્મિક સાધુ.
જે વસ્તુના જે માલિક હોય તેની આજ્ઞા ગ્રહણ કરીને વસ્તુ ગ્રહણ થઈ શકે છે. જે વસ્તુના માલિક કોઈ ન હોય તેવી ઘાસ, કાંકરા આદિ તુચ્છ વસ્તુની આવશ્યક્તા હોય તો શક્રેન્દ્રની આજ્ઞા લઈ ગ્રહણ કરી શકાય છે. આપણા આ દક્ષિણ ભારત ક્ષેત્રના અધિપતિ શક્રેન્દ્ર છે. મૂળ પાઠમાં આ વ્રત યા સંવર માટે "તત્તમUMય સંવ' (દત્ત-અનુજ્ઞાત સંવર) શબ્દનો પ્રયોગ છે. 'દત્તસંવર' કહેલ નથી તેનું તાત્પર્ય એ જ છે કે પીઠ, ફલક, આદિ વસ્તુ કોઈ ગૃહસ્થના સ્વામિત્વમાં હોય તેને સ્વામી આપે તો જ ગ્રહણ કરવું જોઈએ અને જે ધૂળ યા તણખલા જેવી તુચ્છ વસ્તુઓના કોઈ સ્વામી હોતા નથી, જે સવે સાધારણ માટે મુક્ત છે તેને દેવેન્દ્રની અનુજ્ઞાથી ગ્રહણ કરવામાં આવે છે. તેને શક્રેન્દ્રની આજ્ઞા લઈને ગ્રહણ કરવાથી વ્રતનો ભંગ થતો નથી. તેમજ કર્મ–નોકર્મરૂપ પુદ્ગલને ગ્રહણ કરવામાં કે જાહેર રસ્તા પર ચાલવામાં વ્રતભંગ થતો નથી. કારણ કે તેમાં આદાન પ્રદાનનો વ્યવહાર નથી. સાધુ દત્ત અથવા અનુજ્ઞાત વસ્તુનો જ ઉપયોગ કરી શકે છે.
પ્રસ્તુત પાઠમાં તપનો ચોર આદિ પદોનો પ્રયોગ કર્યો છે. તેનો ઉલ્લેખ દશવૈકાલિક સૂત્રમાં પણ આવ્યો છે. સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. તપ: સ્તન – સ્વભાવથી જ કૃશકાય સાધુને કોઈ પૂછે કે શું આપ તપસ્વી છો ? ત્યારે તે સાધુ પોતે તપસ્વી ન હોવા છતાં તપસ્વી તરીકે ઓળખાવે અથવા લુચ્ચાઈપૂર્વક જવાબ આપે કે સાધુનું જીવન તપોમય જ હોય છે. આ રીતના અસ્પષ્ટ ઉત્તરથી સમાજમાં તપસ્વી તરીકેની ધારણા ઉત્પન્ન કરાવી દે છે. આવા સાધુને તપઃસ્તેન કહે છે અથવા છતી શક્તિએ તપસ્યા કરે નહીં તે તપચોર કહેવાય છે. તાત્પર્ય એ છે કે તપની ભાવના, અભ્યાસ કે પરાક્રમ કરવા જોઈએ.