________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન-૫
વષયો, બિહાળ, સમારો, સંતો, આયો, પિંડો, લબ્ધસારો, તા મહિા, પડિનમો, લોહપ્પા, મહદ્દી, નવરળ, સરવાળા ય, મારો, સંપાઽપ્લાયઓ, ઋતિકો, પવિત્થરો, અગત્યો, સંચવો, અનુત્તી, આવાસો, અવિઓનો, અમુત્તી, તા, અગત્થો, આતત્તી, असंतोसो ति य । तस्स एयाणि एवमाईणि णामधिज्जाणि होंति तीसं ।
૧૩૩
ભાવાર્થ :- તે [પરિગ્રહના] ત્રીસ નામ છે, તે આ પ્રમાણે છે– (૧) પરિગ્રહ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (૬) સંભાર (૭) સંકર (૮) આદર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહર્ષિકા (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણા (૧૭) ભાર (૧૮) સંપાતોત્પાદક (૧૯) કલિકદંડ (૨૦) પ્રવિસ્તર (૨૧) અનર્થ (૨૨) સંસ્તવ (૨૩) અગુપ્તિ અથવા અકીર્તિ (૨૪) આયાસ (૨૫) અવિયોગ (૨૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (૨૯) આસક્તિ (૩૦) અસંતોષ ઈત્યાદિ. તે પરિગ્રહના આ ત્રીસ નામ છે.
વિવેચન :
પરિગ્રહના પર્યાયવાચી ત્રીસ નામ તેના સ્વરૂપને પ્રગટ કરે છે.
૧) પદ્દિો :- શરીર, ધન, ધાન્ય આદિ બાહ્ય પદાર્થોને મમત્વ ભાવથી ગ્રહણ કરવા તેને પરિગ્રહ કહે છે. ૨) સંચયો :- કોઈપણ વસ્તુનો અધિક માત્રામાં સંગ્રહ થાય છે તેથી તેને સંચય કહે છે.
૩) થયો ઃ- વસ્તુઓ એકત્રિત થાય છે તેથી તેને ચય કહે છે.
૪) વષયો :- મળેલા પદાર્થોની વૃદ્ધિ થતી હોવાથી તેને ઉપચય કહે છે.
૫) બિહાળ :- ધનને ભૂમિમાં દાટીને રાખવું, તિજોરીમાં રાખવું યા બેંકમાં જમા કરાવવું તેવી પ્રવૃત્તિઓ હોવાથી તેને નિધાન કહે છે.
૬) સંભારો :- ધાન્ય આદિ વસ્તુને અથવા વસ્ત્ર આદિને ભરી રાખવા રૂપ પ્રવૃત્તિ હોવાથી તેને સંભાર કહે છે. ૭) સરો :- સંકરનો સામાન્ય અર્થ છે ભેળસેળ કરવી. અહીં તેનો વિશેષ અભિપ્રાય છે, મૂલ્યવાન પદાર્થોમાં અલ્પમૂલ્ય વસ્તુ મેળવી રાખવી. જેનાથી મૂલ્યવાન પદાર્થો તુરંત પ્રગટ ન થાય અને તેને કોઈ ગ્રહણ કરી ન લે. આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાથી તેને સંકર કહે છે.
૮) આવરો :- શરીર, ધન આદિને આદરભાવથી અત્યંત પ્રીતિભાવથી સુરક્ષિત રાખાતા હોવાથી તેને આદર કહે છે.
૯) પિંડો :- લાલચથી પ્રેરિત થઈ કોઈ પદાર્થનો યા વિભિન્ન પદાર્થોનો ઢગલો કરવો અર્થાત્ પદાર્થને એકત્ર કરવા તે પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાથી તેને પિંડ કહે છે.
૧૦) રવ્વસારો :- દ્રવ્ય અર્થાત્ ધનને જ સારભૂત સમજવું. ધનને પ્રાણથી અધિક માની, જાનના જોખમે પણ ધનને માટે પ્રયત્નશીલ રહેવાથી તેને દ્રવ્યસાર કહે છે.