________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૫
| ૧૨૯ ]
શેલ, કૂટ આદિમાં રહે છે. મહાન ઋદ્ધિના સ્વામી એવા આ દેવો વિપુલ ઐશ્વર્યનો અનુભવ, ઉપભોગ, અસંખ્ય વર્ષો સુધી કરવા છતાં તૃપ્ત થતા નથી. અતૃપ્તાવસ્થામાં જ ત્યાંથી મરીને બીજી ગતિઓમાં ચાલ્યા જાય છે. પરિગ્રહની લાલસામાં દેવગણ પણ તૃપ્ત થઈ શકતા નથી તો મનુષ્યો અથવા બીજા પ્રાણીઓનું તો કહેવું જ શું? (૪) અકર્મભૂમિમાં રહેનારા યુગલિક મનુષ્ય અને કર્મભૂમિમાં રહેનારા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સામાન્ય રાજા, રાજ્યકર્મચારી, મંત્રી, રાજકુમાર, શેઠ, શાહૂકાર, સેનાપતિ, પુરોહિત, સાર્થવાહ આદિ મહાન ઋદ્ધિ, સંપત્તિ અને મનોજ્ઞ ભોગપભોગની સામગ્રીથી સંપન્ન હોય છે. તેઓ મનોહર-મનોજ્ઞ લલનાઓ અને પુત્ર પરિવારથી સંપન્ન હોય છે. તેઓ ધન-ધાન્ય, પશુ, ભંડાર, વ્યાપાર, જમીન, જાયદાદ, આભૂષણ, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક, મોતી, સોનું, ચાંદી, ઝવેરાત, યાન, વાહન, રથ, પાલખી આદિ સુખ સામગ્રી અને ભોગસામગ્રથી પણ સંપન્ન હોય છે. દાસ-દાસી, નોકર આદિ તેની સેવામાં હાજર રહે છે. તે મહાપરિગ્રહના સ્વામીની મમત્વ, લોભ, લાલસાની અગ્નિ શાંત થતી નથી અને અંતે અતૃપ્તપણે જ મૃત્યુ પામે છે. (૫) અનેક સામાન્ય મનુષ્ય, તિર્યંચ પણ પોતપોતાને પ્રાપ્ત પરિગ્રહ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર, સ્ત્રી, પુત્ર, સુખ, ભોગસામગ્રી, ખાન, પાન, વસ્ત્ર, ઉપકરણ, મકાન, દુકાન આદિમાં મમત્વ મૂર્છા રાખે છે. તેને હંમેશાં અપ્રાપ્તની લાલસા રહે છે. આ લાલસાની લાય શાંત ન થવાથી તે મહાપરિગ્રહી કહેવાય છે અને અતૃપ્તપણે મરે છે. (૬) કેટલાક લોકો પરિગ્રહ માટે ૬૪ વિદ્યાઓ અને ૭૨ કળાઓ શીખે છે; અસિ, મણિ, કૃષિ આદિ કર્મ કરે છે. ધનસંગ્રહ માટે તેઓ જીવનપર્યત વ્યાપાર વાણિજ્ય, ખેતી, કારખાના આદિ સેંકડો ઉપાય કરતા રહે
છે.
(૭) પરિગ્રહ માટે કેટલાક લોકો હિંસક કૃત્ય કરે છે, જૂઠ, અનૈતિક કૃત્યોનું સેવન કરે છે. તેઓ ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ, ઝગડા, વેર, વિરોધ વધારતા રહે છે; ઈચ્છા, તૃષ્ણા, આસક્તિ અને લોભમાં ગ્રસ્ત રહે
(૮) આ પ્રકારે આ પરિગ્રહના પાશમાં સમસ્ત સંસારના પ્રાણી ફસાયેલા હોય છે. પરિગ્રહનું પ્રયોજન :- જીવનો મૂચ્છભાવ અથવા આસક્તિનો ભાવ તેને બાહ્ય પદાર્થ તરફ આકર્ષણ જન્માવે છે. તેના પરિણામે તે પદાર્થનો સંગ્રહ કરે છે અને પોતાના જીવન માટે, પરિવાર માટે અને ઈન્દ્રિય સુખની ઈચ્છાપૂર્તિ માટે તથા યશ-કીર્તિ માટે પણ પ્રાણી પરિગ્રહનું ઉપાર્જન અને સંગ્રહ કરે છે. સંગ્રહિત પદાર્થનું રક્ષણ કરવામાં મૂચ્છિત થાય છે. આ રીતે જીવનો મૂચ્છભાવ જ તેને પરિગ્રહમાં જકડી રાખે છે. પરિગ્રહ પાપનું કટું પરિણામ - પરિગ્રહમાં આસક્ત બનેલા પ્રાણી તેના ઉપાર્જનમાં, ઉપભોગમાં અને સંરક્ષણમાં અનેક પ્રકારના પાપકર્મનું આચરણ કરી કર્મનો સંગ્રહ કરે છે. આ લોકમાં તેના સન્માર્ગ અને સુખશાંતિ નષ્ટ થાય છે. લોભને વશ બનેલી વ્યક્તિ ભૂખ, તૃષા, ગર્મી, શરદી આદિ કષ્ટોને સહન