________________
શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪
_
[ ૧૨૭ ]
વર્ગીકરણમાં પ્રત્યેક સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે.
અહાહચર્યનો ઉપસંહાર :१५ एसो सो अबंभस्स फलविवागो इहलोइओ परलोइओ य अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारुणो कक्कसो असाओ वाससहस्सेहि मुच्चइ, ण य अवेयइत्ता अत्थि हु मोक्खोत्ति ।
एवमाहंसु णायकुलणंदणो महप्पा जिणो उ वीरवरणामधिज्जो कहेसी य अबंभस्स फलविवागं एयं । तं अबंभं वि चउत्थं सदेवमाणुयासुरस्सलोयस्स पत्थणिज्ज जाव चिरपरिचियमणुगयं दुरंत । त्ति बेमि ॥
| | વડન્જ અદમ્બા માં ભાવાર્થ :- અબ્રહ્મરૂપ અધર્મોનો આ ફળ–વિપાક છે, જે આ લોકમાં અને પરલોકમાં ભોગવવો પડે છે, અલ્પસુખ અને મહાદુઃખદાયી છે. આ ફળવિપાક અત્યંત ભયંકર છે અને પ્રગાઢ પાપ-રજથી સંયુક્ત છે; અત્યંત ભયંકર અને કઠોર છે; અશાતાજનક છે. હજારો વર્ષે અર્થાત્ દીર્ઘકાળ પછી તેમાંથી છૂટકારો મળે છે પરંતુ તેને ભોગવ્યા વિના છૂટકારો પ્રાપ્ત થતો નથી. જ્ઞાતકુલનંદન મહાન આત્મા શ્રેષ્ઠ મહાવીર નામથી વિખ્યાત જિનેશ્વર દેવે અબ્રહ્મચર્યનું આ ફળ પ્રતિપાદિત કર્યું છે.
આ ચોથો આશ્રવ અબ્રહ્મચર્ય દેવતા, મનુષ્ય અને અસુર સહિત લોકના સર્વ પ્રાણીઓ દ્વારા પ્રાર્થનીય છે યાવતું દીર્ઘકાલથી પરિચિત-અભ્યસ્ત અને અનુગત છે, દુરંત છે, દુઃખપ્રદ છે અને ઘણી મુશ્કેલીથી તેનો અંત આવે છે.
તે ચોથું અધર્મદ્વાર સમાપ્ત છે વિવેચન :
ચતુર્થ આશ્રવ દ્વારનો ઉપસંહાર કરતા સૂત્રકારે અબ્રહ્મના ફળની દારુણતા અને ભયાનકતા પ્રગટ કરી છે. તેમજ સૂત્રોક્ત કથન પ્રભુ મહાવીરનું છે તેમ કહીને તેની પૂર્ણ પ્રામાણિકતાને પ્રગટ કરી છે.
સૂત્રમાં આવેલ વાવ પદના પાઠની પૂર્તિ આ જ અધ્યયનના પ્રથમ સૂત્રમાં છે.
II અધ્યયન-૪ સંપૂર્ણ