________________
૧૧૦ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અત્યંત શોભાયમાન હોય છે. તેજસ્વિતાથી તે સૂર્ય સમાન ચમકે છે. તેનો પડકાર શરદઋતુના નવા મેઘની ધ્વનિ સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે.
તે પ્રાપ્ત થયેલા ચૌદ રત્નોથી અને ચક્ર રત્નથી પુરુષોમાં શ્રેષ્ઠ ગણાય છે. તે નવનિધિઓના અધિપતિ હોય છે. તેનો કોશાગાર અત્યંત ભરપૂર હોય છે. તેના રાજ્યની સીમા ચાતુરન્ત હોય છે અર્થાત્ ત્રણ દિશામાં સમુદ્રસુધી અને એક દિશામાં હિમવાન પર્વત સુધી હોય છે. ચતુરંગિણીસેના-ગજસેના, અશ્વસેના, રથસેના, અને પદાતિસેના તેના માર્ગને અનુસરે છે. તે અશ્વોના અધિપતિ, હાથીઓના અધિપતિ, રથોના અધિપતિ, અને મનુષ્યોના અધિપતિ હોય છે. તે ઉચ્ચ કુળના તથા વિશ્રુત અર્થાતુ દૂર દૂર સુધી ફેલાયેલા યશ વાળા હોય છે. તેનું મુખ શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમા સમાન હોય છે. તે શૂરવીર હોય છે. તેનો પ્રભાવ ત્રણે લોકમાં ફેલાયેલ હોય છે અને ચારે બાજુ તેનો જયજયકાર થાય છે. તે સંપૂર્ણ છ ખંડવાળા ભરતક્ષેત્રના અધિપતિ ધીર, સમસ્ત શત્રુઓના વિજેતા, મોટા મોટા રાજાઓમાં સિંહની સમાન, પૂર્વ જન્મમાં કરેલ તપના પ્રભાવથી પ્રાપ્ત થયેલા સંચિત સુખને ભોગવનાર, અનેક વર્ષશત અર્થાત્ સેંકડો વર્ષના આયુષ્યવાન અને મનુષ્યોમાં ઈન્દ્ર ચક્રવર્તી હોય છે. પર્વતો, વનો અને જંગલો સહિત ઉત્તર દિશામાં હિમવાન નામનો વર્ષધર પર્વત અને શેષ ત્રણ દિશાઓમાં લવણ સમુદ્રપર્યત સમગ્ર ભરતક્ષેત્રનો ઉપભોગ કરવા છતાં પણ, જનપદોમાં પ્રધાન–ઉત્તમ પત્નીઓ સાથે ભોગ-વિલાસ કરતાં જેની તુલના ન કરી શકાય એવા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધ સંબંધી કામ–ભોગોનો અનુભવ કરવા છતાં તે કામભોગોથી તૃપ્ત થયા વિના જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે અર્થાત્ ઉત્કૃષ્ટ ઈન્દ્રિયોના સુખભોગવટામાં તૃપ્ત કરવાની તાકાત નથી. કારણ કે પૌગલિક સુખ ક્ષણભંગુર છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ચક્રવર્તીની મહાઋદ્ધિનું નિરૂપણ કરીને કામભોગની અતૃપ્તિને પ્રદર્શિત કરી છે.
ચકવર્તીની રઢિ - છ ખંડના ૩૨000 મુગટબંધી રાજાઓના અધિપતિ, ૬૪000 દેવાંગના સમ રાણીઓ, ચૌદ રત્ન, નવનિધિ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ અશ્વ, ૯૬ ક્રોડ પાયદળના સ્વામી હોય છે.
દીર્ઘકાલ પર્યત ૬૪000 પ્રિય પત્નીઓ સાથે પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ ભોગોને ભોગવે છે. તેમ છતાં તેની વાસના શાંત થતી નથી. અતૃપ્તિ સાથે જ તેની જીવન લીલા સંકેલાય જાય છે.
શાસ્ત્રકાર અબ્રહ્મચર્યનું ભયાનક સ્વરૂપ સમજાવી રહ્યા છે. કામભોગના સેવનથી કોઈને કદાપિ તૃપ્તિ થઈ નથી, થતી નથી કે થશે પણ નહીં.
न जातु कामः कामानामुपभोगे न शाम्यति । हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ॥