________________
શ્રુતસ્કંધ—૧/અધ્યયન-૪
_
[ ૧૦૭ ]
સુખમય જીવન છે. વૈક્રિયશક્તિ પણ તેમાં સહાયક હોય છે.
અત્રે એ ધ્યાન રાખવું આવશ્યક છે કે વૈમાનિક દેવોના બે પ્રકાર છે. કલ્પોપપન્ન અને કલ્પાતીત. બાર દેવલોક સુધીના દેવ કલ્પોપપન્ન અને રૈવેયક વિમાનો તથા અનુત્તર વિમાનોના દેવ કલ્પાતીત હોય છે. અબ્રહ્મનું સેવન કલ્પોપપન્ન દેવો સુધી સીમિત છે. કલ્પાતીત દેવ અપ્રવિચાર–મૈથુન સેવનથી રહિત હોય છે. તેથી જ મૂળપાઠમાં નો-મોરિયમ જેિની મતિ મોહથી મૂઢ બની છે તેવા દેવો] વિશેષણનો પ્રયોગ કરેલ છે. જો કે કલ્પાતીત દેવોમાં પણ મોહની વિદ્યમાનતા છે છતાં પણ તેની મંદતાને કારણે તે મૈથુન પ્રવૃત્તિથી વિરત હોય છે.
આ રીતે દેવ, મનુષ્ય અને તિર્યંચ અબ્રહ્મ નામના આશ્રવનું સેવન કરે છે. ચક્રવર્તીનો વિશિષ્ટ ભોગ -
४ भुज्जो य असुर-सुर-तिरिय-मणुयभोग-रइविहार-संपउत्ता य चक्कवट्टी सुर-णरवइ-सक्कया सुरवरुव्व देवलोए । ભાવાર્થ :- અસુર-વ્યંતર દેવો, સુરો, યક્ષો, તિર્યંચો, મનુષ્યો અને ભોગોમાં રતિપૂર્વક વિહાર કરતા, વિવિધ પ્રકારની કામક્રીડામાં પ્રવૃત્ત, દેવતાઓ, ઈન્દ્રો અને નૃપતિઓ વડે સન્માનિત તેવા ચક્રવર્તી પણ કામભોગથી તૃપ્ત થતા નથી. દેવલોકના મહર્દિક દેવોની જેમ તે સુખ ભોગવ્યા જ કરે છે.
ચક્રવર્તીનો રાજ્ય વિસ્તાર :| ભર૮-પ- ર-ગામ-નવય-પુરવર-લોગમુદ-હેડ-વૂડ-મહંવसंवाह पट्टणसहस्समडियं थिमियमेयणियं एगच्छत्तं ससागरं भुजिऊण वसुहं ।
ભાવાર્થ :- ભરતક્ષેત્રમાં પર્વતો, નગરો, નિગમો, વ્યાપાર કરનારી વસ્તીઓ–જનપદો, રાજધાની આદિ વિશિષ્ટ નગરો, દ્રોણમુખ-જ્યાં જળમાર્ગ અને સ્થળમાર્ગ બન્નેથી જઈ શકાય તેવા સ્થાનો, ખેટ-ધૂળ ના પ્રાકારવાળી વસ્તીઓ, કર્બટ-કચ્છ, મડંબો-જેની આસપાસ દૂર સુધી કોઈ વસ્તી ન હોય તેવા સ્થાનો, સંબાહો-છાવણીઓ, પટ્ટણ–વ્યાપાર પ્રધાન નગરી, એવી હજારો નગરીઓથી સુશોભિત અને સુરક્ષિત, સ્થિર લોકોના નિવાસવાળી, એકછત્ર અધિપત્યવાળી, સમુદ્રપર્યત પૃથ્વીનો ઉપભોગ ચક્રવર્તી કરે છે.
ચક્રવર્તીના વિશેષણ :|६ णरसीहा णरवई णरिंदा णरवसहा मरुयवसहकप्पा अब्भहियं रायतेयलच्छीए