________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૩
૯૯ ]
આ અદત્તાદાન પરધન, અપહરણ, દહન, મૃત્યુ, ભય, મલિનતા, ત્રાસ, રૌદ્રધ્યાન એવં લોભનું મૂળ છે. આ પ્રકારે તે યાવત દીર્ઘકાલથી પરિચિત-અભ્યસ્ત અને અનુગત છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે.
II ત્રીજું અધર્મદ્વાર સમાપ્ત II
વિવેચન :
મૂળપાઠનો આશય સ્પષ્ટ છે. મૂળમાં અદત્તાદાનના ફળ વિપાકને અખો કહેવામાં આવેલ છે. આ પાઠ હિંસા આદિના ફળ વિપાકના વિષયમાં પણ પ્રયુક્ત થયેલ છે. "અલ્પ" શબ્દના બે અર્થ ઘટિત થાય છે. અભાવ અને થોડું. અહિંયા બન્ને અર્થ ઘટિત થાય છે અર્થાત્ અદત્તાદાનનું ફળ સુખથી રહિત છે. જે પૂર્વના વિસ્તૃત વર્ણનથી સ્પષ્ટ છે. જ્યારે "અલ્પ"નો અર્થ "થોડો" એ પ્રમાણે કરવાથી તેનો અર્થ, લેશમાત્ર, નામમાત્ર થાય છે. પહાડ જેવડાં દુઃખોની તુલનામાં તે સુખ રાઈ બરાબર છે.
અહિંયા અર્થ અને કામભોગને લોકમાં "સાર" કહ્યા છે. તે સામાન્ય સાંસારિક પ્રાણીઓની દષ્ટિએ સમજવું જોઈએ. પારમાર્થિક દૃષ્ટિથી તો અર્થ—અનર્થોનું મૂળ છે અને કામભોગ આશીવિષ સર્પ સમાન છે.
પ્રસ્તુત ઉપસંહાર સૂત્રમાં અદત્તાદાન આશ્રવનો ઉપસંહાર કર્યો છે. તેમાં તેના ફળ વિપાકની દારુણતા પ્રગટ કરી છે. પ્રાયઃ પ્રાણાતિપાત અને મૃષાવાદની સમાન છે. તે કથન શ્રી જિનેશ્વર પ્રભુ મહાવીરે કર્યું છે. આ આશ્રવ સંસારી પ્રાણીઓને માટે ચિર પરિચિત છે, અનાદિકાલથી જીવની સાથે છે, જન્મ મરણની પરંપરા વધારે છે અને દુરંત-અત્યંત પ્રયત્ન પૂર્વક તેનો અંત થઈ શકે છે. અદત્તાદનના આ પ્રકારના સ્વરૂપને સમજીને મોક્ષાર્થી સાધકે વિવેક પૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ.
I અધ્યયન-૩ સંપૂર્ણ |